Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગર્ભાવસ્થાની સ્થિતિમાં Cyclone Biporjoy વખતે ફરજ નિભાવનારા PGVCL ના જોઈન્ટ MD નું સમ્માન

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા બાદ જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ કચ્છની સર્વગ્રાહી કામગીરીની વિગતો આપીને પ્રભારીમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. મંત્રીએ...
ગર્ભાવસ્થાની સ્થિતિમાં cyclone biporjoy વખતે ફરજ નિભાવનારા pgvcl ના જોઈન્ટ md નું સમ્માન

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બિપરજોય વાવાઝોડા બાદ જિલ્લામાં વહીવટીતંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવીને સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ કચ્છની સર્વગ્રાહી કામગીરીની વિગતો આપીને પ્રભારીમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

Advertisement

મંત્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો

Advertisement

પ્રભારીમંત્રીએ અભિનંદન આપીને જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન સર્વેએ મહેનત, ખંતથી રાત-દિવસ જોયા વગર કામગીરી હતી જેના લીધે ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પાર પાડી શકાયો છે. કોઈપણ ક્ષેત્રમાં કચાશ રાખ્યા વિના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે બાબતને પ્રભારીમંત્રીશ્રીએ બિરદાવી હતી. તમામ નાગરિકો, સંસ્થાઓએ ખડેપગે રહીને તંત્રને કપરી પરિસ્થિતિમાં મદદ કરી તેની નોંધ લઈને પ્રભારીમંત્રીશ્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

PGVCL ના જોઈન્ટ MD નું સમ્માન

Advertisement

આ દરમિયાન PGVCL ના જોઈન્ટ MD શ્રીમતિ પ્રીતિ શર્માનું સન્માન કરીને બિપરજોય વાવાઝોડા દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. વાવાઝોડાના કપરા સમયે શ્રીમતિ પ્રીતિ શર્માએ પ્રેગેન્સીમાં પણ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી.

ગર્ભાવસ્થામાં પણ પોતાની જવાબદારી સમજી ફરજ નિભાવી

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ મોડી રાત સુધી કચ્છ કલેક્ટરશ્રીની કચેરીએ પરિસ્થિતિની સમીક્ષાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે રાતના બે-બે વાગ્યા સુધી પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતિ પ્રીતિ શર્માએ કચેરીમાં હાજરી આપીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. આવા ફરજનિષ્ઠ અધિકારીશ્રીઓની રાત-દિવસ મહેનતના લીધે સરકાર ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા મહિલા શક્તિને આદર આપે છે.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો : વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ ઉત્પાદન થતી હિંલ્સા માછલી માછીમારો માટે વરસની રોજગારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.