કડીના મણીપુર ગામમાં ખેલાયો ખુની ખેલ; બનેવીએ જ ધારિયાથી ઢાળી દીધું ઢીમ
- કડીના મણીપુર ગામમાં ખેલાયો ખુની ખેલ; બનેવીએ જ ધારિયાથી ઢારી દીધું ઢીમ
- મૃતક 30 વર્ષથી પ્રાઈવેટ નોકરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કરતો હતો નોકરી
- થોડા વર્ષો પહેલા જ નોકરી કરવા આવેલા બનેવી સાથે ઝગડો થતાં કરાઈ હત્યા
- હત્યામાં સંડોવાલેયો એક વ્યક્તિ ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી
કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ ખાનગી કંપની ઓરડીમાં રહેતા પરપ્રાંતીય આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા કડી અને બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં રહેતા હિમાચલ પ્રદેશના સિક્યુરિટી ગાર્ડની તેના જ બનેવી અને અન્ય એક વ્યક્તિએ ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાવલુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. તેમજ ફરાર થયેલ અન્ય એક વ્યક્તિને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો-બિહાર બાદ ગુજરાતમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનું આક્રમક વલણ
કડી તાલુકાના મણીપુર ગામની સીમમાં આવેલ
હરિશચંદ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ઓરડીમાં હિમાચલ પ્રદેશના રાજપુત ઓમકારસિંહ સોનમલ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ મગજીભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ઓમકારસિંહ સોનમલ છેલ્લા 30 વર્ષથી ઓરડીમાં રહેતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી તેમના બનેવી મહેન્દરસિંહ મગજીરામ તેમની સાથે નોકરી કરવા આવ્યા હતા બંને જણા કંપનીની ઓરડીમાં રહેતા હતા. ઉત્તર પ્રદેશનો દિવાનસિંહ ભીમસિંહ મૃતક ઓમકારસિંહ નો મિત્ર હતો. તે ક્યાં રહેતો અને ક્યાં નોકરી કરતો તેની પોલીસ તપાસ કરી રહી છે
તારીખ 12- 8-2025 રાત્રિના સમયે ઓમકારસિંહ અને તેમના બનેવી મહેન્દ્રસિંહ તેમજ તેમનો મિત્ર દિવાનસિંહ ત્રણે વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ધારીયાથી હુમલો કરતા ઓમકાર સિંહનું ઘટના સ્થળે મોત થયું હતુ. તારીખ 13-08-2025 ના રોજ ઘટનાની જાણ થતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે બનાવ સ્થળ બાવલુ પોલીસ સ્ટેશનની હદનો હોય બાવલુ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
પ્રશ્નોના જવાબ ન આપી શકતા પોલીસે કરી ધરપકડ
પોલીસ ઘટના સ્થળે આવી ત્યારે હત્યારો બનેવી મહેન્દ્રસિંહ બનાવ સ્થળે હાજર હતો પોલીસે તેની પુછપરછ કરતા પોલીસ ના ઘણા પ્રશ્નો ના જવાબ ના આપી શક્યો, પોલીસે તપાસ કરતા અને મૃતકના પરિચિતના નિવેદનના આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહની અટકાયત કરી હતી. હત્યાનું કારણ હજુ અકબંધ છે
મૃતક ઓમકારસિંહના મૃતદેહનું કડી સરકારી હોસ્પિટલ પીએમ કરાવી બાવલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિચિતના નિવેદન આધારે મૃતકના બનેવી મહેન્દ્રસિંહ અને મિત્ર દિવાનસિંહ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા બનેવી મહેન્દ્રસિંહની અટકાયત કરી હતી. તેમજ ફરાર આરોપી દીવાનસિંહને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો-Rajkot શહેર પોલીસે કરી 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 16 અધિકારી-કર્મીને સન્માનિત કરાયા


