Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sou પર આવતા પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકર માં જંગલ સફારી નિર્માણ પામેલ છે. આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. જેને લઈને...
sou પર આવતા પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં નવું આકર્ષણ ઉમેરાયું
Advertisement
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે 375 એકર માં જંગલ સફારી નિર્માણ પામેલ છે. આ જંગલ સફારીમાં અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓએ મુલાકાત લઈ ચૂક્યા છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. જેને લઈને પ્રવાસીઓને દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું ગમે છે.
Image preview
તાજેતરમાં વાત કરીએ તો પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું થઈ રહ્યું છે. જે છે સ્નેક હાઉસ  જંગલ સફારી ખાતે એક વિશાળ ડોમમાં સ્નેક હાઉસ બનાવવામાં આવી આવ્યું છે જેને હજુ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી.  પરંતુ એ બનીને તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ સ્નેક હાઉસમાં દેશ વિદેશના ઝેરી બીન ઝેરી સાપ મૂકવામાં આવશે અને જેને પ્રવાસીઓ નિહાળશે અલગ અલગ દેશોના અલગ અલગ પ્રકૃતિના જે સાપ હોય છે. તેને પ્રદર્શનમાં મૂકવામાં આવશે આ ડોમ એવું બનાવવામાં આવ્યું છે કે અંદર રહેનાર સરીસૃપપ્રાણી સાપને એકદમ જંગલ જેવો અહેસાસ થાય અંદર કુદરતી ઝાડ પાન અને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે.
Image preview
આ સાથે પ્રવાસીઓ અને સાપને પણ ગરમી ના લાગે અને એ રીતે હુંફાળું વાતાવરણ સચવાઈ રહે એવું એસીડોન બનાવવામાં આવ્યું છે કે જેનાથી ગરમી લાગે નહીં સામાન્ય રીતે સાપ પ્રજાતિને ઠંડક વધારે ગમતી હોય છે ત્યારે આ સ્નેક હાઉસ માં એક જંગલ ઘરમાં નાના નાના પાણીના ખાબોચિયા સહિતની વસ્તુઓ પણ બનાવવામાં આવી છે આગામી દિવસોમાં દેશ-વિદેશના સાપો જંગલ સફારીમાં લાવવામાં આવશે અને જેને આ સ્નેક હાઉસના પ્રદર્શનમાં મૂકવામાં આવશે. ત્યારે પદ પ્રવાસીઓ માટે આ સ્નેક હાઉસ ખુલ્લો મુકવામાં  આવશે આમ એક્શન નું આકર્ષણ પ્રવાસીઓ માટે આકર્ષણ બની રહેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ- આશિષ પટેલ ,નર્મદા
Tags :
Advertisement

.

×