Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : હેડ કોન્સ્ટેબલે રાહદારી યુવકનો જીવ બચાવ્યો

Gondal : ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડીવાયએસપી કચેરી પાસે યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો તે દરમિયાન ત્યાં હાજર Gondal પોલીસ કર્મચારીએ સમય સુચકતા દાખવી યુવકને CPR આપી અજાણ્યા યુવકનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં...
gondal   હેડ કોન્સ્ટેબલે રાહદારી યુવકનો જીવ બચાવ્યો
Advertisement

Gondal : ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ડીવાયએસપી કચેરી પાસે યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યો હતો તે દરમિયાન ત્યાં હાજર Gondal પોલીસ કર્મચારીએ સમય સુચકતા દાખવી યુવકને CPR આપી અજાણ્યા યુવકનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.

Advertisement

યુવકે પાણી માંગ્યા બાદ ત્યાંજ ઢળી પડ્યો

ડીવાયએસપી કચેરી પાસે ચાલીને જતા અજાણ્યા યુવકે ડીવાયએસપી કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીતુભાઈ બારોટ પાસે પીવાનું પાણી માંગ્યું હતું. પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલાં જ યુવક ત્યાં જમીન પર ઢળી પડ્યો હતો ત્યારે પોલીસ કર્મચારી જીતુભાઈ બારોટે સમય સુચકતા દાખવી તત્કાલિક યુવક CPR આપી છાતીમાં પમ્પિંગ કરી યુવકનો જીવ બચાવ્યો હતો.

Advertisement

પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી

ગોંડલ હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ બારોટ સાંજે ડીવાયએસપી કચેરી પાસે ઉભા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થતા યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડેલ અજાણ્યા યુવકને જીતુભાઈ બારોટ દ્વારા CPR આપી પમ્પિંગ કર્યું હતું. ત્યારબાદ યુવક સ્વસ્થ થઈ જતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા શહેરીજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અહેવાલ-----વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો----- Accident : ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત, 4 ના મોત

આ પણ વાંચો----- VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો “આવું તો ચાલ્યા કરે”

આ પણ વાંચો---- VADODARA : ગૌ માંસના સમોસાની ફેક્ટરીની તપાસમાં વધુ આરોપીઓ સુધી પહોંચી પોલીસ

Tags :
Advertisement

.

×