Surat ના સચિન GIDCમાં બની ચોંકાવનારી ઘટના, પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ,ઓરોપી પોલીસના સંકજામાં
- Surat માં પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ
- સચિન GIDC વિસ્તારની ઘટના સામે આવી
- કામેથી ઘરે જતી પત્નીનું પતિએ જ કર્યું અપહરણ
- પોલીસે આરોપી રાકેશ કીરાડની કરી ધરપકડ
સુરતમાંથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં ફિલ્મી ઢબે એક મહિલાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરતા અપહરણનો ભેદ ખુલ્યો હતો,જેમાં આરોપી બીજું કોઈ નહીં, પરંતુ મહિલાનો પૂર્વ પતિ રાકેશ કીરાડ જ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
Surat માં પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ
સુરતના સચિન GIDC વિસ્તારમાં શુક્રવારે સાંજે અપહરણની ઘટના બની હતી, જ્યારે મહિલા નોકરી પરથી ઘરે પરત જઈ રહી હતી ત્યારે રાકેશે બોલેરો પીકઅપ વાનમાં આવીને મહિલાને બળજબરીથી ગાડીમાં બેસાડી અને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.પોલીસે છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ પરથી રાકેશ કીરાડને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
Surat માં પૂર્વ પતિએ જ કર્યું પત્નીનું અપહરણ | Gujarat First
સચિન GIDC વિસ્તારની ઘટના સામે આવી
કામેથી ઘરે જતી પત્નીનું પતિએ જ કર્યું અપહરણ
છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટથી અપહરણકર્તાને પોલીસે ઝડપ્યો
દોઢ વર્ષ અગાઉ સમાજ મારફતે બંનેના છૂટાછેડા થયા હતા #Gujarat #Surat #Husband… pic.twitter.com/b1NIdCglf3— Gujarat First (@GujaratFirst) August 25, 2025
Surat પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
નોંધનીય છે કે આ અપહરણ કેસમાં પોલીસે મહિલાને સલામત રીતે છોડાવી હતી, આ કેસ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ બંનેના સમાજ મારફતે છૂટાછેડા થયા હતા, છૂટાછેડા બાદ પણ રાકેશ પૂર્વ પત્નીને પાછી મેળવવા માગતો હતો, જેના કારણે તેણે આ અપહરણનું કાવતરું રચ્યું. બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતાં, જેમાંથી ચાર માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું, જ્યારે અઢી વર્ષની દીકરી રાકેશ સાથે રહેતી હતી. સચિન GIDC પોલીસે રાકેશ કીરાડની ધરપકડ કરી, તેની સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ પણ વાંચો: Ahmedabad : Sabarmati Riverfront નો વોકવે આજે પણ બંધ, તંત્રની પ્રવેશ ન કરવાની અપીલ


