વડોદરા ડિવિઝનના ડભોઇ રેલવે સ્ટેશન પર "સ્ટેશન મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું
અહેવાલ- પીન્ટુ પટેલ, ડભોઇ
વડોદરા ડિવિઝનના ડભોઇ રેલવે સ્ટેશન પર "સ્ટેશન મહોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ ચાલેલા કાર્યક્રમમાં મહેદવીયા પ્રાથમિક તથા કુમાર અને હાઈસ્કૂલના તેમજ નગરની અન્ય શાળાના તમામ વિદ્યાર્થીઓએ ડભોઇ ખાતે રેલવે સ્ટેશનનોના ઇતિહાસની ઝલક અને જનજાગૃતિ માટે મુલાકાત લીધી હતી.
વડોદરા ડિવિઝનના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ડભોઈ રેલવે સ્ટેશન “સ્ટેશન મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ સ્ટેશનનો પોતાનો ભવ્ય ભૂતકાળ છે. આ ભૂતકાળના ડભોઇ રેલવે નેરોગેજ એશિયા ખંડમાં પ્રથમ ગાયકવાડ ખંડેરાવ સરકાર દ્વારા રેલ્વે લાઇન ઊભી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગૌરવને દર્શાવવા માટે આ સ્ટેશનો પર "સ્ટેશન મહોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું. વડોદરા ડિવિઝન ડી આર એમ જીતેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે ગાયકવાડ સરકાર સમય દરમિયાન આ સ્ટેશનો પર ગૌરવપૂર્ણ ઈતિહાસ દર્શાવતા પ્રદર્શનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોસ્ટરો, વોલ પેનલ્સ, હેરિટેજ કલાકૃતિઓ અને ડિજિટલ સ્ક્રીન દ્વારા સામાન્ય દર્શકો સાથે રસપ્રદ માહિતી શેર કરવામાં આવી હતી. આ પ્રદર્શન ઉક્ત તમામ મુલાકાતીઓને નિહાળવા માટે નિ:શુલ્ક ખુલ્લું મુકાયું હતું. આ સમયગાળા દરમિયાન આજે બીજા દિવસે ડભોઇ મહેદવીયા સાવજૅનિક હાઈસ્કૂલના તથા પ્રાથમિક કન્યાકુમાર શાળા અને ડભોઇની અન્ય શાળાના મોટી સંખ્યામાં બાળકોએ પણ પેન્ટીંગ /ડ્રોઈંગ સ્પર્ધા દ્વારા તેમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, સ્ટેશનની ઇમારતો અને હેરિટેજ રેલ એન્જિનો પર આકર્ષક લાઇટિંગ પણ કરવામાં આવી હતી આ પ્રદર્શને નિહાળી વિદ્યાર્થીઓ ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો - સુરત પોલીસે ઓપરેશન મિર્ઝાપુર પાર પાડ્યું, વાંચો અહેવાલ