Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ક્રિકેટ સટ્ટામાં અચાનક લાગી બ્રેક ?

IPL 2024 શરૂ થાય તે પહેલા જ ક્રિકેટમાં સટ્ટાનું બજાર ગરમ થઇ ગયું છે. થોડા દિવસો પહેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) ક્રિકેટના સટ્ટામાં સપડાયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. આ વચ્ચે ગુજરાતમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની...
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ક્રિકેટ સટ્ટામાં અચાનક લાગી બ્રેક
Advertisement

IPL 2024 શરૂ થાય તે પહેલા જ ક્રિકેટમાં સટ્ટાનું બજાર ગરમ થઇ ગયું છે. થોડા દિવસો પહેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) ક્રિકેટના સટ્ટામાં સપડાયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. આ વચ્ચે ગુજરાતમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓની તોડકાંડની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વચ્ચે સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ઘણા મોટા માથાઓએ પોલીસ સાથે સેટિંગ કરી વિદેશમાં ભાગી જવાની ફિરાકમાં છે. ત્યારે હવે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા ક્રિકેટ સટ્ટામાં અચાનક બ્રેક લાગી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પોલીસ અને મોટા માથાઓ વચ્ચે સેટિંગની વાતો થઈ વહેતી

ક્રિકેટ સટ્ટા બેટિંગ હવે ઓનલાઈન થઇ ગઇ છે જેના કારણે સમયાંતરે સટોડીયાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આવા જ સટોડીયાઓને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જોકે, આ સાથે પોલીસ અને મોટા માથાઓ વચ્ચે સેટિંગની વાતો પણ ખૂબ વહેતી થઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, મોટા ગજાના બુકીઓ સેટિંગ કરી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. તેટલું જ નહીં રાજકીય નામો સામે આવતા અચાનક તપાસ અટકાવાઈ હોવાની પણ વાતો વહેતી થઇ છે.

Advertisement

મોટી મોટી વાતો કરતી પોલીસ સામે અનેક સવાલો થયા છે ઉભા

IPL ને હજું ઘણીવાર છે તે પહેલા જ ક્રિકેટનો સટ્ટો રમતા સટોડીયાની સંખ્યા વધી ગઇ છે. તાજેતરમાં રમાઈ રહેલી મેચોમાં સટ્ટો રમતા ઘણા સટોડીયા પોલીસના સંકજામાં આવ્યા હતા. જોકે, પોલીસના હાથેથી મોટા માથાઓ હજુ પણ ગાયબ છે. ત્યારે મોટી મોટી વાતો કરતી પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. ક્રિકેટના સટ્ટામાં 28 લોકોના નામો સામે આવી ચુક્યા છે. તેમ છતા કાર્યવાહી નામે કઇ જ થયું નથી. જેના કારણે પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. અમુક નામો ન ખોલવા ભાવ બોલાતો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : આવતીકાલે બેઠકોનો દોર, વિધાનસભા બજેટ સત્રને લઈ ચર્ચા થશે, કોંગ્રેસ ધારાસભ્યોની પણ બેઠક

આ પણ વાંચો - Reality Check mission: ગુજરાત ફર્સ્ટના નીડર પત્રકાર દ્વારા શહેરમાં વેચાતા ઘીનો કરાયો પર્દાફાશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×