ગોંડલ તાલુકા પોલીસ અને NDRF ની ટીમે નીંચાણવાળા વિસ્તારોમાં રહેતા 20 જેટલા પરિવારોને સ્થળાંતર કર્યા
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપરજોય વાવાઝોડું ભારત તરફ સતત આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને જોતા ગુજરાત સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 20,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. NDRF અને SDRFની ટીમો બિપરજોયની સંભવિત અસરને જોતા કામ કરવા માટે તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય નામના વાવાઝોડાનું જોર વધ્યું છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે બિપરજોય વાવાઝોડાને પગલે નેશનલ હાઇવે પર તાલુકા પોલીસ સ્ટેશનની આગળ આવેલા કોમ્પ્લેક્ષ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડતાની સાથે જ દુકાનોની બહાર કાઢેલા પતરા અને પાર્કિંગમાં રાખેલા બાઈક પર વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરશાયી થતા વધુ મોટી કોઈ જાનહાની થવા પામી નથી.
ગોંડલ તાલુકા પોલીસ અને NDRF ની ટીમે ભયજનક પતરા હટાવ્યા
ગોંડલ તાલુકા પોલીસની NDRF ની ટીમે તાલુકા વિસ્તારમાં ભયજનક હોર્ડિંગ, દુકાનોના પતરા હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકા PSI ડી.પી.ઝાલાની રાહદારી હેઠળ પોલીસની NDRF ની ટીમે વાસાવડમાં નીંચાણવાળા વિસ્તારોમાં રહેતા 20 જેટલા પરિવારોને સ્થળાંતર કર્યા હતા. હજુ તાલુકાના તમામ ગામોમાં સ્થળાંતર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો - બિપરજોયને પહોંચી વળવા રાજ્યમાં જાણો NDRF ની ક્યા કેટલી ટીમો તૈનાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી


