Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાવનગરના Panwadi માં વ્યસન મુક્તિના સંદેશ સાથે તૈયાર કરાયો અનોખો પંડાલ

ભાવનગરના Panwadi માં ગણેશ મહોત્સવ ભારે ધૂમધામથી ઉજવાઇ રહ્યો છે,પંડાલમાંથી વ્યસન મુક્તિનો સંદેશ અપાયો.
ભાવનગરના panwadi માં વ્યસન મુક્તિના સંદેશ સાથે તૈયાર કરાયો અનોખો પંડાલ
Advertisement
  • Panwadi માં ગણેશ મહોત્સવ ભારે ધૂમધામથી ઉજવાઇ રહ્યો છે
  • ભાવનગરના પાનવાડીમાં ગણેશ પંડાલમાંથી સમાજને અપાયો સંદેશ
  • પંડાલમાંથી વ્યસન મુક્તિનો અપાયો સંદેશ

દેશ સહિત ગુજરાતમાં ગણેશ મહોત્સવ ભારે ધુમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે.ભક્તો ગણશેજીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ભાવનગરમાં વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીનો પવિત્ર ઉત્સવ ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. શહેરના પાનવાડી વિસ્તારમાં વિરમાંધાતા ગ્રૂપ દ્વારા આયોજિત ગણેશ પંડાલે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જે ગણપતિ બાપાની આરાધના સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપી રહ્યું છે.

Panwadi માં ગણેશ પંડાલમાંથી વ્યસન મુક્તિનો સંદેશ

નોંધનીય છે કે આ પંડાલની ખાસિયત એ છે કે અહીં બે ગણપતિ મૂર્તિઓ દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો છે. એક મૂર્તિની આસપાસ સુખી અને વ્યસનમુક્ત પરિવારની થીમ બનાવાઇ છે, જ્યારે બીજી મૂર્તિની સાથે વ્યસનના લીધે દુઃખી અને વિખેરાયેલા પરિવારનું દૃશ્ય રજૂ કરાયું છે. આ અનોખી રજૂઆત દ્વારા સમાજને વ્યસન વિશે ખાસ સંદેશો પાઠવવામાં આવ્યો છે. વ્યસનથી જીવન બરબાદ થાય છે,અને પરિવારને ભારે દુ:ખ સહન કરવું પડે છે.

Advertisement

Advertisement

Panwadi શહેરમાં ગણેશ મહોત્સવ ભારે ધામધૂમથી ઉજવાય છે

ઉલ્લેખનીય છે કે આ પંડાલમાં નકારાત્મક અસરો અને વ્યસનમુક્ત જીવનના ફાયદાઓને અસરકારક રીતે દર્શાવવામાં આવ્યા છે, જે લોકોમાં ભારે આકર્ષણ જગાવી રહ્યું છે.પંડાલમાં "વ્યસનોથી દૂર રહો, પરિવારને ખુશ રાખો", "તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસન છોડો", "દારૂ મોતની નિશાની છે", અને "વ્યસનોથી બાળકોનું ભવિષ્ય બરબાદ થાય છે" જેવાં સૂત્રો દ્વારા વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. આ સૂત્રો લોકોને વ્યસનના દુષ્પરિણામો પ્રત્યે જાગૃત કરવા અને સ્વસ્થ જીવન તરફ પ્રેરિત કરવા માટે અસરકારક સાબિત થઈ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન અનેક સ્થળોએ ઓપરેશન સિંદૂર, ઇકો-ફ્રેન્ડલી પંડાલો અને સામાજિક સંદેશાઓ સાથેના આયોજનો થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે વિરમાંધાતા ગ્રૂપનો આ પંડાલ વિઘ્નહર્તા ગણેશજીની ભક્તિ સાથે સામાજિક જાગૃતિનું પ્રતીક બની રહ્યો છે. આ ઉત્સવ નાગરિકોમાં ધાર્મિક ઉત્સાહ ઉપરાંત સામાજિક સંદેશનું કેન્દ્ર બન્યો છે, જે ગણપતિ બાપાની કૃપાથી શહેરને વધુ ઉજ્જવળ અને જાગૃત બનાવી રહ્યો છે.

અહેવાલ : કુણાલ બારડ ,ભાવનગર 

આ પણ વાંચો:   Ahmedabad : ઈદ અને ગણેશ વિસર્જન માટે શહેર પોલીસ સજ્જ : પોલીસ કમિશનર જી. એસ. મલિક

Tags :
Advertisement

.

×