Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મિત્રની વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારની શાન ઠેકાણે લાવતી 181

(અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ) ભરૂચ શહેરના પાંચબત્તી નજીકના એક વિસ્તારની વિધવા મહિલા સાથે શક્તિનાથ નજીકની એક સોસાયટીના પરિણીત યુવકે વિધવા મહિલા સાથે મિત્રતા કેળવી તેણીને લગ્નની લાલચ આપી તેણીની સાથે વારંવાર શરીર સંબંધ રાખી યુવક પરિણીત હોવાનો ભાંડો ફૂટતા...
મિત્રની વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનારની શાન ઠેકાણે લાવતી 181
Advertisement

(અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ)

ભરૂચ શહેરના પાંચબત્તી નજીકના એક વિસ્તારની વિધવા મહિલા સાથે શક્તિનાથ નજીકની એક સોસાયટીના પરિણીત યુવકે વિધવા મહિલા સાથે મિત્રતા કેળવી તેણીને લગ્નની લાલચ આપી તેણીની સાથે વારંવાર શરીર સંબંધ રાખી યુવક પરિણીત હોવાનો ભાંડો ફૂટતા વિધવા મહિલાએ પરિણીત યુવકને સંબંધ ન રાખવા માટે કહેતા યુવકે વિધવાના અશ્લીલ વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી આપતા વિધવા મહિલાએ આખરે 181 ની ટીમ અને પોલીસના શરણે પહોંચી હતી

Advertisement

લગ્નની લાલચે દુષ્કર્મ

Advertisement

સોશિયલ મીડિયામાં પણ હવે ઘણી વખત બ્લેકમેલ કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ભરૂચ શહેરના એક હાર્દસમા વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને તેના ઘરે અવર-જવર કરતા અને પતિના મિત્રએ પોતે કુંવારો હોય અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી વિધવા મહિલા સાથે વારંવાર શરીર સંબંધ રાખ્યા હતા.

ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપતા 181ની મદદ લીધી

પરંતુ યુવક પરિણીત હોય અને તે લગ્ન કરવાની લાલચે તેની સાથે શરીર સંબંધ રાખી રહ્યો હોય તેવું સામે આવતા વિધવા મહિલાએ યુવકને સંબંધ નથી રાખવા તેવું કહેતા યુવકે વિધવા મહિલાને બદનામ કરી નાખવા સાથે તેણીની સાથેના અશ્લીલ ફોટા વિડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી જેના પગલે વિધવા મહિલાએ ન્યાયની આશાએ 181 ટીમની મદદ લીધી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો નજીકના પોલીસ મથકે પહોંચ્યો હતો.

યુવકને કાયદાનું ભાન કરાવ્યું

પરિણીત યુવાનની હરકતો અને તેની ધમકીથી ત્રાસી ગયેલી વિધવાએ પોલીસની મદદ પણ લીધી હતી અને અંતે વિધવા મહિલા સાથે બળજબરીપૂર્વક સંબંધ રાખવાની અને તેણીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દેવાની ધમકી આપનાર પરિણીત યુવકને કાયદાનું ભાન કરાવવા સાથે બંને વચ્ચે સમજાવટ કરતા વિધવા મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

વાંધાજનક સાહિત્યા ફોનમાંથી ડિલિટ કરાવ્યું

પરિણિત યુવકે તેના પોતાના મોબાઇલમાં કરેલા અશ્લીલ ફોટા અને વિડિયો ડીલીટ કરાવવા માટેનું કહેતા આખરે પરિણીત યુવકના મોબાઈલમાં રહેલ વાંધાજનક વિડિયો ક્લિપ્સ ફોટા ડીલીટ કર્યા હતા. વિધવા મહિલાને આગળ કોઈ કાર્યવાહી ન કરવી હોય યુવાનને પણ ફરી આવી હરકત ન કરવાની બાહેધરી સાથે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો : AHMEDABAD POLICE ને મહિલા સુરક્ષાના નામે ફાળવેલા AC વાહનો કોણ વાપરે છે ?

Tags :
Advertisement

.

×