પાદરાના અંબાજી તળાવમાં મહિલાએ બે બાળકો સાથે સામુહિક આપઘાત કરતા અરેરાટી
અહેવાલ---વિજય માલી, પાદરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માટે આજનો દિવસ કાળમુખો સાબિત થયો છે. સવારે પાદરાની નર્મદા કેનાલમાંથી હત્યા કરીને ફેંકી દેવાયેલ શ્રમિક દંપતીનો મૃતદેહ મળી આવ્યા હતો. જયારે સાંજે માતાએ બે પુત્રો સાથે પાદરાના અંબાજી તળાવમાં ઝંપલાવી સામુહિક આપઘાત...
Advertisement
અહેવાલ---વિજય માલી, પાદરા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માટે આજનો દિવસ કાળમુખો સાબિત થયો છે. સવારે પાદરાની નર્મદા કેનાલમાંથી હત્યા કરીને ફેંકી દેવાયેલ શ્રમિક દંપતીનો મૃતદેહ મળી આવ્યા હતો. જયારે સાંજે માતાએ બે પુત્રો સાથે પાદરાના અંબાજી તળાવમાં ઝંપલાવી સામુહિક આપઘાત કરી લેતા પાદરા તાલુકામાં એક જ દિવસમાં પાંચ લોકોના મોત નિપજયા છે. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

મહિલા અને 2 બાળકના મૃતદેહ મળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરાના અંબાજી તળાવ ખાતે સાંજના સમયે ફરજ પર તૈનાત સિકયુરિટી ગાર્ડને તળાવના પાણીમાં એક મહિલાનું માથાનો ભાગ દેખાતા તળાવ પર જઈ તપાસ કરતા એક મહિલા અને બે બાળકોના ચપ્પલ સાથે 100 રૂપિયા તળાવની પાળે થી મળી આવ્યા હતા. જેથી સિક્યુરિટી ગાર્ડ દ્ધારા નગરપાલિકાના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવતા અધિકારીઓ દ્ધારા પાદરા ફાયર વિભાગને જાણ કરતા ફાયર લાશ્કરો અંબાજી તળાવ ખાતે દોડી આવ્યા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જેહમત બાદ તળાવમાંથી મહિલા તેમજ બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
મોતનું કારણ હજુ અકબંધ
પ્રથમ દ્ષ્ટિ એ મૃતકો માતા અને બાળકો હોવાનું અનુમાન છે. મૃતકો ને પોસ્ટ મોર્ટમ અર્થે પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જાણવા મળ્યા મુજબ મૃતક બાળકો અને મહિલા પાદરા તાલુકા ના લતીપુરા ગામના લક્ષ્મીબેન વાઘેલા, રુદ્ર અને દક્ષ હોવાનું જાણવા મળે છે. જોકે મોતનું કારણ હજુ અકબંધ છે.
આ પણ વાંચો----KHEDA: ઠાસરામાં શિવજીની સવારીમાં પથ્થરમારો


