Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SURENDRANAGAR : હેર કટીંગ સલૂન ધરાવતા યુવકે શહિદ દિને અનોખી રીતે અર્પણ કરી શ્રધ્ધાંજલી

સમગ્ર દેશમાં આજે ૨૩ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે શહિદોને ઠેર ઠેર વિરાંજલી આપવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ૮૦ ફૂટ રોડ પર હેર કટીંગનુ સ્લુન ધરાવતા યુવકે શહિદોને અનોખી રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં આજના દિવસની...
surendranagar   હેર કટીંગ સલૂન ધરાવતા યુવકે શહિદ દિને અનોખી રીતે અર્પણ કરી શ્રધ્ધાંજલી
Advertisement

સમગ્ર દેશમાં આજે ૨૩ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે શહિદોને ઠેર ઠેર વિરાંજલી આપવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ૮૦ ફૂટ રોડ પર હેર કટીંગનુ સ્લુન ધરાવતા યુવકે શહિદોને અનોખી રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં આજના દિવસની હેર કટિંગ અને શેવીંગની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી અનોખી રીતે વિરાંજલી અર્પણ કરી હતી.

Advertisement

આજે શહીદ દિવસ નિમિત્તે શહિદોને યાદ કરી વિરાંજલી અર્પણ કરવામાં આવી રહી છે

સમગ્ર દેશમાં આજે શહીદ દિવસ નિમિત્તે શહિદોને યાદ કરી વિરાંજલી અર્પણ કરવામાં આવી રહી છે. આજના દિવસે ભારતના વીર સપૂતો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને સ્વતંત્રતા સંગ્રામની લડાઈ માટે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે આઝાદીના લડવૈયા એવા વીર શહીદોને આજે ૨૩ માર્ચના રોજ ઠેર ઠેર વિરાંજલી આપવામાં આવી રહી છે.

Advertisement

હેર કટિંગ અને શેવીંગ દ્વારા થતી તમામ આવક શહિદ પરિવારોને અર્પણ કરી

જેના ભાગરૂપે વઢવાણ ૮૦ ફૂટ રોડ પર હેર કટિંગ સલૂનની દુકાન ધરાવતા યુવક રવીનભાઈ જાદવે શહિદોને અનોખી રીતે વિરાંજલી અર્પણ કરી હતી. જેમા યુવક રવિનભાઈ જાદવ અને તેમની ટીમના અંદાજે ૧૦ થી વધુ મિત્રો દ્વારા આજના દિવસની હેર કટિંગ અને શેવીંગ દ્વારા થતી તમામ આવક શહિદ પરિવારોને અર્પણ કરી હતી. છેલ્લા ૦૭ વર્ષ થી દર વર્ષે શહીદ દિવસના રોજ યુવક રવિનભાઈ દ્વારા એક દિવસની આવક શહિદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે દોઢ થી બે લાખ રૂપિયા જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી ચુકી છે. ત્યારે ચાલુ વર્ષે પણ આજના શહીદ દિવસે પણ સવાર થી સાંજ સુધીની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી અનોખી દેશભક્તિ દર્શાવી હતી.

યુવાનો, આર્મી જવાનો, નિવૃત આર્મી જવાનો સહિત શહેરીજનોએ પણ યુવકની દેશ ભક્તિની ભાવનાને બિરદાવી હતી અને પોતે સ્વૈરછીક આજે શહિદ દિવસના રોજ હેર કટિંગ અને શેવિંગ કરાવી યથા શક્તિ મુજબ યોગદાન આપી શહીદ પરિવારોને મદદરૂપ થઈ વીરાંજલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમના ૧૦ થી વધુ મિત્રો પણ પોતાનો હેર કટિંગનો વ્યવસાય બંધ રાખી શહીદ દિવસને દિવસે રવીનભાઈને મદદરૂપ થાય છે ત્યારે ચાલુ વર્ષે પણ આ કાર્યમાં સહભાગી થયા હતા.

આ પણ વાંચો : ધૂળેટી પર્વમાં કરો કેસુડાના ફૂલોનો ઉપયોગ, ધાર્યું પણ નહીં હોય તેવા છે ફાયદા

Tags :
Advertisement

.

×