Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aam Aadmi Party : વિસાવદરની જીતનાં જશ્ન વચ્ચે AAP માટે આવ્યા માઠા સમાચાર!

પાર્ટીમાં મોટું ગાબડું પડવાની શક્યતાઓ સેવાઈ છે. બોટાદનાં (Botad) ધારાસભ્ય AAP માંથી રાજીનામું આપી શકે છે.
aam aadmi party   વિસાવદરની જીતનાં જશ્ન વચ્ચે aap માટે આવ્યા માઠા સમાચાર
Advertisement
  1. વિસાવદરમાં જીતની ખુશી વચ્ચે Aam Aadmi Party માટે આવ્યા માઠા સમાચાર!
  2. આમ આદમી પાર્ટીમાં પડી શકે છે મોટું ગાબડું
  3. બોટાદનાં ધારાસભ્ય AAP માંથી આપી શકે છે રાજીનામું
  4. ઉમેશ મકવાણા પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપે તેવી શક્યતા

Aam Aadmi Party : જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠકની જીતની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર આવ્યા છે. પાર્ટીમાં મોટું ગાબડું પડવાની શક્યતાઓ સેવાઈ છે. બોટાદનાં (Botad) ધારાસભ્ય AAP માંથી રાજીનામું આપી શકે છે એવા સમાચાર સામે આવ્યા છે. ઉમેશ મકવાણા (Umesh Makwana) AAP માંથી રાજીનામું આપી શકે છે.

આ પણ વાંચો  -Amreli : જાહેર મંચ પરથી દિલીપ સંઘાણીએ કહ્યું- કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, ત્યારે જ..!

Advertisement

Advertisement

બોટાદનાં ધારાસભ્ય AAP માંથી આપી શકે છે રાજીનામું

વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat) જિત્યાની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપમાંથી રાજીનામું આપી શકે છે. ઉમેશ મકવાણા પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. ઉમેશ મકવાણા પાર્ટી સામે મોરચો ખોલી શકે છે તેવી પણ ચર્ચા છે. જો કે, ગાંધીનગરમાં આવતીકાલે ઉમેશ મકવાણા (Umesh Makwana) પ્રેસ કોન્ફરન્સ યોજશે એવી માહિતી છે અને તે બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. ચર્ચા એવી પણ છે કે કેટલાક મુદ્દે નારાજગી હોવાથી ઉમેશ મકવાણા AAP માંથી છેડો ફાડી શકે છે.

આ પણ વાંચો  -Gram Panchayats Election : કચ્છના અંજારની રતનાલ ગ્રા.પં. ચૂંટણી પરિણામની ચારેકોર ચર્ચા!

વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય

નોંધનીય છે કે, જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં AAP નાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે. તેમણે ભાજપના કિરીટ પટેલ (Kirit Patel) અને કોંગ્રેસનાં નીતિન રાણપરિયાને હરાવી આ જીત મેળવી છે. જીત બાદ ગોપાલ ઇટાલિયાનું (Gopal Italia) નિવેદન પણ સામે આવ્યું હતું. વડાલી ખાતે યોજાયેલ સભામાં તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ સુધરી જજો... જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માંગે. તેમણે અધિકારીઓને જનતા માટે કામ કરવાની સૂચના પણ આપી હતી.

આ પણ વાંચો  -Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, વાંચો વિગત

Tags :
Advertisement

.

×