Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aam Aadmi Party : પક્ષના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી ઉમેશ મકવાણાએ આપ્યું રાજીનામું

વિસાવદર (Visavadar) માં આપની ભવ્ય જીત થઈ છે. જો કે આ જીતના ખુમારમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ પક્ષના દંડક પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
aam aadmi party   પક્ષના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી ઉમેશ મકવાણાએ આપ્યું રાજીનામું
Advertisement
  • આમ આદમી પાર્ટીના દંડક પદેથી Umesh Makwana નું રાજીનામું
  • પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી પણ આપ્યું રાજીનામું
  • Umesh Makwana એ પાર્ટીના કાર્યકર તરીકે યથાવત રહેવાનું જણાવ્યું

Aam Aadmi Party : વિસાવદરમાં આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ની ભવ્ય જીત થતાં પાર્ટીમાં ટોચના નેતાથી લઈને સામાન્ય કાર્યકર સુધી જીતનો આનંદ જોવા મળી રહ્યો છે. જો કે આ આનંદમાં ખલેલ પડે તેવા સમાચાર આમ આદમી પાર્ટી માટે આવ્યા છે. પાર્ટીના દંડક ઉમેશ મકવાણા (Umesh Makwana) એ આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વાભાવિક છે કે બોટાદના ધારાસભ્ય એવા ઉમેશ મકવાણાએ દંડકના પદેથી રાજીનામું આપતા અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. ઉમેશ મકવાણાએ રાજીનામા પાછળના કારણમાં પછાત વર્ગના નેતાઓનો માત્ર ચૂંટણી સમયે જ ઉપયોગ થતો હોવાનું જણાવ્યું છે. જો કે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે યથાવત રહેવાનું પણ જણાવ્યું છે.

નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી પણ રાજીનામું

આજે બોટાદ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Umesh Makwana એ પક્ષના દંડક પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. તેમણે દંડક ઉપરાંત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી પણ રાજીનામું આપી દીધું છે. ઉમેશ મકવાણાએ રાજીનામા માટે પાર્ટી દ્વારા પછાત વર્ગના નેતાઓ પ્રત્યે ભેદભાવ કરાતો હોવાનું કારણ આપ્યું છે. ઉમેશ મકવાણાના મતે ભાજપ અને કોંગ્રેસ જેવા અગ્રણી પક્ષો જેવી જ સ્થિતિ હવે આપમાં પણ જોવા મળી રહી છે. ઉમેશ મકવાણાએ પછાત વર્ગના નેતૃત્વ પ્રત્યે પક્ષના વલણ પર બળાપો કાઢ્યો છે. તેમણે કોળી સમાજનો પણ ચૂંટણી પૂરતો ઉપયોગ પાર્ટીએ કર્યો હોવાનું જણાવ્યું છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: વધુ એક હોસ્પિટલનું ખ્યાતિકાંડ જેવુ કારસ્તાન સામે આવ્યું

ધારાસભ્ય પદેથી રાજીનામા મુદ્દે નિવેદન

આમ આદમી પાર્ટીના દંડક અને બોટાદના ધારાસભ્ય એવા Umesh Makwana એ આપેલ રાજીનામાથી આજે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઉમેશ મકવાણાએ આજે આમ આદમી પાર્ટીના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમને પછાત વર્ગના નેતા પ્રત્યે પાર્ટીનું વલણ પસંદ આવ્યું નથી. તેમના મતે ચૂંટણી પૂરતો પછાત વર્ગના નેતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમ આદમી પાર્ટીમાં પણ ભાજપ અને કોંગ્રેસ જેવી સ્થિતિ થઈ ગઈ હોવાનું તેઓ અનુભવી રહ્યા છે. ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા મુદ્દે નિવેદન પણ આપ્યું છે. ઉમેશ મકવાણાએ જણાવ્યું છે કે, હું બોટાદની જનતાને પુછીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ.

આ પણ વાંચોઃ VADODARA : વડોદરા પાસે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા હાઇવે પર ચક્કાજામ

Tags :
Advertisement

.

×