Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ શહેર અને પંથકમાં પોલિયો વિરોધી રસીના 140 જેટલા બુથ ઉભા કરાયા

અહેવાલ - વિશ્વાસ ભોજાણી દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત સારા પરિણામો અને દેશમાંથી બાળ લકવા નાબુદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા આજે તા.10 ડિસેમ્‍બરે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો...
ગોંડલ શહેર અને પંથકમાં પોલિયો વિરોધી રસીના 140 જેટલા બુથ ઉભા કરાયા
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત સારા પરિણામો અને દેશમાંથી બાળ લકવા નાબુદ કરવાના હેતુથી ભારત સરકાર દ્વારા આજે તા.10 ડિસેમ્‍બરે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસીના 140 જેટલા બુથ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલ શહેર માં 12 અલગ અલગ સ્થળો પર રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા વધારા ના બુથ ઉભા કરી પોલિયોના ટીપાં પીવડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આજે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રહેશે.

Advertisement

રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્વારા રસીકરણ ના 12 બુથ ઉભા કર્યા

Advertisement

રોટરી ક્લબ ઓફ ગોંડલ દ્રારા ગોંડલ ના મુખ્ય 12 સ્થળ પર વધારાના બુથ ઉભા કરવામાં આવ્યા છે. રોટરી ક્લબ ગોંડલ ના પ્રમુખ જીગરભાઈ સાટોડિયા, સેક્રેટરી કિતીઁઁ પોકાર, સવિઁસ પ્રોજેક્ટ ચેરમેન યોગેન્દ્ર જોશી, જીતેન્દ્ર માંડલિક, મનસુખભાઇ રૂપારેલિયા, મહેન્દ્રભાઈ સોજીત્રા સહિતના સભ્યો હાજર રહ્યાં હતાં અને બાળકોને ટીપાં પીવડાવ્યા હતા. અને ગોડલ અબૅન હેલ્થ સેન્ટરના ડૉ. જી.પી. ગોયલ હાજર રહ્યાં હતાં.

ગોંડલ તાલુકામાં 140 બુથ ઉભા કરવામાં આવ્યા છે

રાજકોટ જિલ્‍લાના ગોંડલ તાલુકાના પાંચ વર્ષથી નીચેના આશરે 25 હજાર બાળકોને રસી આપવા માટે 140 રસીકરણ બુથ બનાવામાં આવ્યા છે. શહેર અને તાલુકામાં અલગ અલગ રસીકરણ ટીમો બનાવાઇ છે. પ્રત્‍યેક ટીમમાં આરોગ્‍ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્‍વંયસેવકો કામગીરી કરી રહ્યા છે. અસરકારક સુપરવીઝન માટે સુપરવાઈઝરો નીમવામાં આવ્યા છે. અંતરીયાળ વિસ્‍તાર, વાડી વિસ્‍તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો મુકવામાં આવી છે. રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેશન તથા મોટી સંખ્‍યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્‍યાઓ પર બુથ ઉભા કરવામાં આવ્યા છે.

બીજા અને ત્રીજા દિવસે આરોગ્‍ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લેશે

આ અભિયાન પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે અને ત્‍યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્‍ય ટીમ દ્રારા અપાશે જયારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્‍ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની તપાસ કરાશે. અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્‍થળ પર જ રસી અપાશે જે માટે રસીકરણ ટીમો બનાવાઇ છે.

આ પણ વાંચો - Ankleshwar : ડીસન્ટ રેસ્ટોરન્ટના ભોજનમાં મકોડા નીકળતા ગ્રાહકનો હોબાળો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×