Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : ભ્રષ્ટાચાર દેખાય છે તો સંકોચ નહીં પણ એ.સી.બીનો સંપર્ક કરો અને એક જાગૃત નાગરિક બનો

Botad : ડુતો પાસેથી થતી કપાસની ખરીદીમાં CCI ના કર્મચારી/અધિકારી તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડુતોના કપાસની કોઇ વૈજ્ઞાનીક ઢબે ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપા
botad   ભ્રષ્ટાચાર દેખાય છે તો સંકોચ નહીં પણ એ સી બીનો સંપર્ક કરો અને એક જાગૃત નાગરિક બનો
Advertisement
  1. CCIના ખરીદ કેન્દ્ર કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં થઈ કાર્યવાહી
  2. ભ્રષ્ટાચાર કરતા બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ
  3. ખેડૂતોને છેતરી ભ્રષ્ટાચાર કરવા માટે નવી રીત અપનાવી

Botad : CCI(The Cotton Corporation of India)નાઓ કષ્ટભંજન કોટન એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, ગઢડા ખાતે ખેડુતો પાસેથી કપાસની ખરીદી કરે છે ,જે ખેડુતો પાસેથી થતી કપાસની ખરીદીમાં CCI ના કર્મચારી/અધિકારી તથા કોટન જીનના સંચાલકો દ્વારા ખેડુતોના કપાસની કોઇ વૈજ્ઞાનીક ઢબે ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ નબળો છે. CCI આવા કપાસની ખરીદી નહી કરે તેવા યેનકેન પ્રકારે બહાના કાઢી ખેડુતોને હેરાન પરેશાન કરી ખેડુતો લાવેલ કપાસનુ વજન ઓછું દર્શાવી અંગત નાણાંકીય લાભ મેળવવાના આશયથી તે કપાસ લાંચ તરીકે મેળવી ભ્રષ્ટાચારની રીત રસમ અપનાવે છે.

Advertisement

બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી

આની બાતમીના આધારે ડિકોયરનો સહકાર મેળવી ગઇ તારીખ 05/03/2025 ના રોજ ડિકોય છટકાનું આયોજન કરતા પંચની હાજરીમાં ડિકોયરનું કપાસ ભરેલ ટ્રેકટરનો કોમ્પ્યુટરરાઇઝ વજન કાંટો કરી તેમના કપાસની ગુણવત્તાની ચકાસણી કર્યા વગર કપાસ ખાલી કરાવી નાખેલ અને ખાલી વાહન / ટ્રેકટરનું વજન કરાવતા કોમ્પ્યુટરરાઇઝ વજનકાંટાની સ્લીપ આપેલ જેમાં કપાસનુ નેટ વજન 2745 કિ.ગ્રા. થયેલ હતુ. બાદ ડીકોયર ઇનવોઇસ લેવા જતા CCI ઓનલાઇન સાઇટ બંધ થઇ ગયેલ હોય આવતીકાલે બીલ બનાવડાવી લઇ જજો તેવુ આ કામના આરોપીઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ બોદરે કહ્યું હતું

Advertisement

આ પણ વાંચો: Bharuch : વાલીયાની સોસાયટીનાં મકાનમાંથી શિક્ષક દંપતીનાં મૃતદેહ મળતા ચકચાર!

આરોપીઓએ અંગત આર્થિક ફાયદા સારૂ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું

જેથી આજ રોજ ફરી વખત ડિકોયરને પંચ સાથે મોકલતા આરોપી ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ બોદરે કોમ્પ્યુટરરાઇઝડ વજનકાંટાની પહોંચ જોઇ તેના ઉપરથી એક કાચી ચીઠ્ઠીમાં કપાસનું વજન ૨૭૪૫ કિ.ગ્રા.ના બદલે ૨૪૮૦ કિ.ગ્રા. કરી આપી CCIનુ બીલ બનાવવા મોકલતા આરોપી ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ બોદરના કહેવાથી આરોપી અકરમઅલી S/o શૌકતઅલી પટવારીએ CCI ના પોર્ટલમાં 2480 કિ.ગ્રા. કપાસ ખરીદીનું ઇનવોઇસ બનાવેલ એ રીતે ઇનવોઇસ જોતા 20 કિ.ગ્રા. કપાસના રૂપિયા 1,494/- લેખે 1 કિ.ગ્રા. કપાસના 74.71 રૂપિયા ભાવ મુજબ ઓછો દર્શાવેલ કપાસ 265 કિ.ગ્રા.ના રૂપિયા 19,798/- ના કપાસનું CCI કર્મચારી તથા કોટન મીલના સંચાલકે એકબીજાની મદદગારી કરી ગેરકાયદેસર રીતે પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ લાંચ તરીકે મેળવી ભ્રષ્ટાચાર કરી ડીકોયના લાંચના છટકા દરમિયાન પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

આ પણ વાંચો: Surat : જ્ઞાનપ્રકાશ સ્વામી ગુમ થયા! મીડિયા સામે સાધકો હાથમાં હથોડી લઈ પહોંચ્યા

આ અધિકારીઓના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી

આ ટ્રેપમાં ટ્રેપીંગ અધીકારી આરડી સગર, પોલીસ ઇન્સ્પેકટર, બોટાદ એસીબી. પો.સ્ટે. તથા બોટાદ એસીબી સ્ટાફ જ્યારે સુપર વીઝન અધિકારી એસએન બારોટ, ભાવનગર એકમ ઇન્ચાર્જ મદદનિશ નિયામક દ્વારા નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દ્વારા CCIના ભ્રષ્ટ અધિકારીઓને પકડવામાં સફળતા મળી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×