Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે મોત

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે (Gondal Rajkot National Highway) પર આવેલ શક્તિમાન કંપની પાસે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર (Fortuner and a Creta car) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર ચાલક શાપરથી ગોંડલ (Gondal) તરફ જતા સમયે સ્ટેરિંગ પરથી કાબુ...
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત  2 લોકોના ઘટનાસ્થળે મોત
Advertisement

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે (Gondal Rajkot National Highway) પર આવેલ શક્તિમાન કંપની પાસે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર (Fortuner and a Creta car) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર ચાલક શાપરથી ગોંડલ (Gondal) તરફ જતા સમયે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરનું ડિવાઈડર ઠેકી સામેથી આવતી ફોર્ચ્યુનર કાર (Fortuner Car) સાથે અથડાતા ક્રેટામાં સવાર 2 લોકોના મોત નીપજયા હતા.

Accident on Gondal Rajkot National Highway

Accident on Gondal Rajkot National Highway

Advertisement

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે (Gondal Rajkot National Highway) પર રોજીંદા નાના મોટા અકસ્માત (Accident) ની વણઝારો જોવા મળે છે. ત્યારે ગોંડલ (Gondal) ના ભરૂડી ગામ (Bharudi village) પાસે આવેલ શક્તિમાન કંપની પાસે બે કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો જેમાં GJ-01-HW-5858 નંબર ની ક્રેટા કાર શાપરથી ગોંડલ તરફ જતી હતી અને GJ-03-MH-7803 નંબરની ફોર્ચ્યુનર કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી, જેમાં ક્રેટા કાર (Creta Car) ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે પરનું ડિવાઈડર ઠેકી સામેથી આવતી ફોર્ચ્યુનર કારમાં ધડાકાભેર અથડાતા ક્રેટા કાર પલ્ટી મારી ગઇ હતી અને ક્રેટા કારમાં સવાર કિરણભાઈ ખોડાભાઇ સિદપરા અને હસમુખભાઈ જગદીશભાઈ કયાળા નામના વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

Advertisement

મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને લઇને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતુભાવાળા અને રમેશભાઈ વાગડીયા સહિતના સ્ટાફે અકસ્માત (Accident) થયેલા વાહન ને ક્રેન ની મદદ થી હટાવી હાઇવે પર નો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Dahod : બે અલગ-અલગ ગોઝારી ઘટનામાં કિશોર અને મહિલાનું મોત, વાંચો વિગત

આ પણ વાંચો - GONDAL : ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે મહારેલી સાથે ઉજવણી, કેન્દ્રીય મંત્રી રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.

×