Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે હ્રદય કંપાવે તેવો અકસ્માત, ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત

Kheda: એસિડ ભરેલ ટેન્કર અને ઓઈલની ડોલ ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે અકસ્માત સર્જાયો.
kheda  અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે હ્રદય કંપાવે તેવો અકસ્માત  ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત
Advertisement
  1. એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલ ભરેલ ટ્રક અથડાતા અક્સ્માત
  2. ટ્રકના ક્લિનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડ્યો
  3. અકસ્માતમાં ટ્રકના કેબિનમાં બે લોકો ફસાયા હતા

Kheda: રાજ્યમાં અત્યારે છાસવારે અકસ્માતોની ઘટનાઓ બની રહીં છે. આજે પણ ખેડા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે અક્સ્માત થયો છે. એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલની ડોલ ભરેલ ટ્રક અથડાતા અક્સ્માત સર્જાયો. ઘટનાની વાત કરવામાં આવે તો, અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ટ્રકના ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: Gir Somnath: હત્યાની કોશિશ કરનારા આરોપીઓને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યા

Advertisement

ટ્રક ડ્રાઇવર અને ટ્રકના ક્લિનરને કટર મદદથી કાપી બહાર કાઢ્યા

એસિડ ભરેલ ટેન્કર અને ઓઈલની ડોલ ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતની જાણ થતા જ નડિયાદની ટીમ રેસ્ક્યુ ટેન્ડર વેન અને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરને કટર મદદથી ટ્રકના કેબીનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા હતાં.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : MLA Amit Shah શાસનાધિકારી પર બરોબરનાં બગડ્યા, કહ્યું - આને કાઢી મૂકો..!

એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફનો રસ્તો કરાયો હતો બંધ

અકસ્માતના પગલે લગભગ એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે. અકસ્માત થતાની સાથે જ એસિડ ભરેલ ટેન્કર લીક થતા ટીમ દ્વારા તાત્કાલિક એસિડને ડાયલ્યુટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મેઈન લેન બાજુથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: દિવસે રેપીડો બાઈક ચલાવતા અને રાત્રે લૂંટને અંજામ આપતા, આખરે પોલીસે દબોચી લીધા

Tags :
Advertisement

.

×