Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોસંબાનાં ધામડોદ નજીકથી ટ્રેકટર-ટ્રોલીની ચોરી કરનાર આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા

અહેવાલઃ ઉદય જાદવ  કોસંબા પોલીસ હદ વિસ્તારનાં ધામડોદ ગામની સીમમાં આવેલ બ્લોક નં-૩૦૦(જુની) વાડીમાં મુકેલ એક ટ્રેકટર અને ટ્રેલર (ટ્રોલી)ની ચોરી થઇ હોવાની કોસંબા પોલીસ મથકમાં તા.૨૬ એપ્રિલનાં રોજ કાયદેસરની ફરીયાદ દાખલ થયા બાદ પોલીસે બાતમીનાં આધારે ગણતરીનાં કલાકોમાં જ...
કોસંબાનાં ધામડોદ નજીકથી ટ્રેકટર ટ્રોલીની ચોરી કરનાર આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા
Advertisement

અહેવાલઃ ઉદય જાદવ 

કોસંબા પોલીસ હદ વિસ્તારનાં ધામડોદ ગામની સીમમાં આવેલ બ્લોક નં-૩૦૦(જુની) વાડીમાં મુકેલ એક ટ્રેકટર અને ટ્રેલર (ટ્રોલી)ની ચોરી થઇ હોવાની કોસંબા પોલીસ મથકમાં તા.૨૬ એપ્રિલનાં રોજ કાયદેસરની ફરીયાદ દાખલ થયા બાદ પોલીસે બાતમીનાં આધારે ગણતરીનાં કલાકોમાં જ બે ટ્રેકટર અને ટ્રેલરની ચોરીમાં સંડોવાયેલા બે ઓરોપીઓને ઝડપી પાડી રૂ.૬.૫૦ મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા બંન્ને ઓરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Advertisement

Advertisement

અત્રેનાં પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ મોજે ધામડોદ ગામ નજીક ઉપરોક્ત બ્લોક નંબરમાં એક વાડીની જગ્યામાં દિનેશ કાનજીભાઈ અણધણે વાડીની દેખરેખ રાખવા નોકર તરીકે ભગવાન ભીખાભાઈ સોનવણેને રાખ્યો હતો.

દરમ્યાન ધામડોદ ગામની સીમમાં આવેલ વાડીમાં દિનેશભાઇએ મુકેલ ટ્રેકટર કિંમત રૂ.૫ લાખ અને ટ્રેલર કિંમત રૂ.૧.૫૦ લાખ મળી કુલ્લે રૂ.૬.૫૦ લાખનાં મત્તાની કિંમતનું ટ્રેકટર અને ટ્રેલરની ચોરી તા.૨૨ એપ્રિલનાં રોજ થવા પામી હતી. જે અંગે કોસંબા પોલીસનાં પીઆઇ એચ.બી ગોહીલ અને હે.કો. હિમાંશુ રશ્મીકાંતે પ્રાથમિક તપાસ હાથધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિત પોલીસે ટીમ બનાવી ટ્રેકટર અને ટ્રેલરની ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને બાતમીને પગલે ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. અને મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતેથી ભગવાન ભીખાભાઈ સોનવણે અને તેનો સાથીદાર શંકર નથ્થુ કોલી બન્નેને ઝડપી લેવાયા હતા

Tags :
Advertisement

.

×