ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Adani University : અદાણી યુનિવર્સિટીનું 'નવીદિક્ષા 2025' સાથે ભાવિ ઘડતર-તૈયાર સમૂહમાં પદાર્પણ

રાષ્ટ્ર-નિર્માણ માટે આકાર પામી રહેલા નવા ઔદ્યોગિક યુગ માટે ભારતના યુવાનોને સજ્જ કરવાની યુનિ.ની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
04:59 PM Jul 24, 2025 IST | Vipul Sen
રાષ્ટ્ર-નિર્માણ માટે આકાર પામી રહેલા નવા ઔદ્યોગિક યુગ માટે ભારતના યુવાનોને સજ્જ કરવાની યુનિ.ની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
Adani_Gujarat_first.jpeg New
  1. અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક ઇન્ડક્શન પ્રોગ્રામ 'નવદિક્ષા 2025' ખુલ્લો મૂક્યો (Adani University)
  2. B.Tech MBA/M.Tech કાર્યક્રમોનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, ભૌતિક વિજ્ઞાનમાં મજબૂત પાયાથી સજ્જ કરવા
  3. પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ડૉ. રામ ચરણ, અદાણી ગ્રુપનાં CTO સુદિપ્ત ભટ્ટાચાર્ય, વૈશ્વિક વિચારશીલ નેતાઓ એકસાથે આવ્યા

Ahmedabad : અદાણી યુનિવર્સિટીએ (Adani University) ગત 21 જુલાઇનાં સોમવારે તેના શૈક્ષણિક ઇન્ડક્શન પ્રોગ્રામ 'નવદિક્ષા 2025' ખુલ્લો મૂક્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય સંકલિત બી.ટેક એમબીએએમ ટેક (B.Tech MBAM Tech) પ્રોગ્રામ્સમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ નવા સમૂહને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ચાવીરુપ સંબોધનમાં પ્રોગ્રામ્સનાં મુખ્ય પાસાઓ અને વ્યૂહાત્મક દ્રષ્ટિ પર પ્રકાશ પાડી, આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ટકાઉપણું અને રાષ્ટ્ર-નિર્માણની દીશામાં આકાર પામી રહેલા નવા ઔદ્યોગિક યુગ માટે ભારતના યુવાનોને સજ્જ કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.

દેશના વિકાસલક્ષી મિશનમાં સંસ્થાનાં વૈશ્વિક દૃષ્ટિકોણને મજબૂત કરવાનો હેતું

સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને (National Education Policy 2020) અનુસરી રચાયેલ સંકલિત અભ્યાસ કાર્યક્રમો ગહન વૈજ્ઞાનિક કુશળતા, બહુવિધ શિસ્તસભર શિક્ષણ અને તકનીકી, ઊર્જા તથા માળખાગત સુવિધાઓમાં વાસ્તવિક-વિશ્વ કાર્યક્રમોમાં નેતૃત્વ કરવાની અદાણી યુનિવર્સિટીની (Adani University) નીતિને પ્રતિબિંબિત કરે છે. દિનભરનાં ઉદ્ઘાટકીય કાર્યક્રમ થકી પ્રખ્યાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને હાર્વર્ડ યુનિવર્સિટીનાં (Harvard University) ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. રામ ચરણ અને અદાણી ગ્રૂપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર સુદીપ્તા ભટ્ટાચાર્ય (Sudipta Bhattacharya) સહિતના વૈશ્વિક વિચારશીલ નેતાઓ એક સાથે એકત્ર થયા હતા. જે દેશના વિકાસલક્ષી મિશનમાં સંસ્થાનાં વૈશ્વિક દૃષ્ટિકોણ અને મૂળિયાને મજબૂત બનાવવાનો હેતુ દર્શાવે છે.

આ પણ વાંચો - Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે, રૂ.358 કરોડના વિકાસ કામોની આપી ભેટ

અદાણી યુનિવર્સિટીની (Adani University) વિજ્ઞાન ફેકલ્ટીનાં વડા પ્રોફેસર સુનિલ ઝાએઆ સમારોહને ખુલ્લો મૂકતા "ફિઝિકલ એઆઈ" નાં યુગમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતનાં વધતા મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. બેઇજિંગની (Beijing) NBDS નાં સીઈઓ જેન્સેન વોંગની વૈશ્વિક સલાહને ટાંકીને, પ્રો. ઝાએ જે રીતે AI રોબોટિક્સ અને ઓટોમેશન સાથે સંકલન કરી, શારીરિક કાયદાઓ ગ્રહણ કરી સફળતાને વ્યાખ્યાયિત કરશે. તે રીતે વિદ્યાર્થીઓને કોડિંગથી આગળ જોવા અને વાસ્તવિક દુનિયાનાં મિકેનિક્સને સમજવા વિનંતી કરી હતી.

પોતાને પ્રશ્નો પૂછવા, શોધના મેદાન તરીકે યુનિ.નો સંપર્ક કરવાની વિદ્યાર્થીઓને સલાહ

ડો. રામ ચરણે (Dr. Ram Charan) સમગ્ર ખંડોમાં છ દાયકાના પોતાના અનુભવને સરળ ભાષામાં પણ ઉંડાઇથી પ્રતિબિંબિત કર્યો હતો. ઈશ્વરે તમને આપેલી પ્રતિભા શોધીને પ્રતિબદ્ધતા સાથે અનુસરવા અને ક્યારેય શીખવાનું બંધ ન કરવા તેમણે શીખ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને દરરોજ પ્રતિબિંબ જોવા, પોતાની જાતને સતત પ્રશ્નો પૂછવા અને હેતું અને મોજ માટે શોધના મેદાન તરીકે યુનિવર્સિટીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો - ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે તો મોંઘવારી વધશે, અર્થતંત્ર પર ખરાબ અસર પડશે: RBI સ્ટડી

વિદ્યાર્થીઓને પડકાર ઝીલી લેવા આહ્વાન

અદાણી યુનિવર્સિટીનાં (Adani University) પ્રોવોસ્ટ, ડો. રવિ પી. સિંહે તેમના સંબોધનમાં ભારતના વિદ્યાર્થીઓને આવકારતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોમ્પ્યુટર સાયન્સથી લઇ એનર્જી એન્જિનિયરિંગ સુધીનાં શૈક્ષણિક અભ્યાસક્રમો તેમને વાસ્તવિક-વિશ્વનાં પ્રભાવ માટે સજ્જ કરે છે. તેમણે કહ્યું હતું કે, જો તમારું લક્ષ્ય AI, ટકાઉપણું અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો તમે યોગ્ય સમયે, યોગ્ય સ્થાને છો. અન્યોના આંધળા અનુસરણ અને રાષ્ટ્ર નિર્માણનાં કાર્ય તરીકે જોવાની જગ્યાએ ભણતરને જીવનમાં પોતાની હરોળનું નિર્માણ કરવા માટે તેમણે વિદ્યાર્થીઓને પડકાર ઝીલી લેવા આહવાન કર્યું હતું.

વિદ્યાર્થીઓને સ્પષ્ટ, જિજ્ઞાસાયુક્ત નૂતન બનવા જણાવ્યું

સુદીપ્તા ભટ્ટાચાર્યએ (Sudipta Bhattacharya) ભવિષ્યનો આકર્ષક રોડમેપ રજૂ કર્યો. તેમણે માનવની સમજણ શક્તિને પડકારવા માટે પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ શિફ્ટ તરીકે AI ની ક્રાંતિને ગણાવીને વિદ્યાર્થીઓને સ્પષ્ટ, જિજ્ઞાસાયુક્ત નૂતન બનવા વિનંતી કરી હતી. "હવે મશીનો વિચારી શકે છે. પરંતુ ફક્ત મનુષ્ય જ માને છે, સહયોગ કરી શકે છે અને હેતું સાથે સર્જન કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભાવિ વ્યાવસાયિકો માટે અદાણી સમૂહનાં હાલ 90 અબજ ડોલરનાં રોકાણનો ઉલ્લેખ કરી તેને એક વિશાળ તક તરીકે ગણાવી હતી. અદાણી યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ડો. અમિશકુમાર વ્યાસે આભાર દર્શન કર્યું હતું.

આ પણ વાંચો - Gold Price All Time High : સોનામાં ફરી આગ ઝરતી તેજી, ભાવ રૂ.1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે!

Tags :
Adani UniversityB.Tech + MBAM TechDr Amishkumar VyasDr Ravi P SinghDr. Ram CharanGUJARAT FIRST NEWSHarvard UniversityNational Education Policy 2020Sudipta BhattacharyaTop Gujarati News
Next Article