Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લક્ઝરી બસની બારીમાંથી નીચે પટકાતા આધેડનું મોત

VADODARA : આ મામલાની તલસ્પર્શી તપાસ કરજણ પોલીસ મથકના જવાન શૈલેષભાઇ ઝીપરભાઇને સોંપવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે
vadodara   લક્ઝરી બસની બારીમાંથી નીચે પટકાતા આધેડનું મોત
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં કરજણ (VADODARA RURAL KARJAN) પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લક્ઝરી બાસમાં મુસાફરી કરીન સુરત જઇ રહેલા આધેડ એકાએક બારીમાંથી બહાર પડીને રોડ પર પટકાયા (MIDDLE AGE MAN FALL OUT OF LUXURY BUS WINDOW - KARJAN, VADODARA) હતા. જેના કારણે તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સુરતથી પરિજનો દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેમને નજીકના દવાખાને લઇ જવામાં આવ્યા

સુરતના, કતારગામમાં આવેલા રવિ કોમ્પલેક્ષમાં રહેતા કનુભાઇ મધુભાઇ જોધાણી (ઉં. 48) લક્ઝરી બસમાં બેસીને સાળંગપુરથી સુરત તરફ જઇ રહ્યા હતા. દરમિયાન કરજણ ટોલનાકા પાસે આવેલી કબિર હોટલ પાસે તેઓ લક્ઝરી બસની બારીમાંથી કોઇક રીતે નીચે પટકાયા હતા. જેને પગલે તેમને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ લક્ઝરી બસ રોકીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેમને નજીકના દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

Advertisement

કરજણ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ લખાવી

ઘટના અંગે જાણ કરવામાં આવતા પરિજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટના અંગે મૃતકના પરિજન મનસુખભાઇ મધુભાઇ જોધાણી એ કરજણ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ લખાવી છે. આ મામલે કરજણ પોલીસ મથકના જવાન શૈલેષભાઇ ઝીપરભાઇને વધુ તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ તપાસ બાદ જ બસમાંથી પડી જવા પાછળનું કારણ સ્પષ્ટ થશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : શાળા બહાર જ ચિક્કાર ગંદકીથી વિદ્યાર્થીઓની હાજરી અનિયમિત

Tags :
Advertisement

.

×