Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SMC દ્વારા Gondal દારૂની રેડના ઘેરા પડઘા પડ્યા : 12 પોલીસ કર્મચારીની જિલ્લા ફેર બદલી

ગોંડલ તાલુકામાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર તાલુકાના ગુંદાળા ગામ પાસેના રિદ્ધિ સિદ્ધિ ગોડાઉનમાંથી ગઈ કાલે લાખોના ઝડપાયેલ ઈગ્લીશ દારૂ બાદ તાલુકા અને એલસીબી પોલીસ કર્મીઓની જિલ્લા ફેર બદલી કરવામાં આવી. પોલીસબેડામાં ચકચાર ગોંડલ તાલુકા પોલીસ...
smc દ્વારા gondal દારૂની રેડના ઘેરા પડઘા પડ્યા   12 પોલીસ કર્મચારીની જિલ્લા ફેર બદલી
Advertisement

ગોંડલ તાલુકામાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર તાલુકાના ગુંદાળા ગામ પાસેના રિદ્ધિ સિદ્ધિ ગોડાઉનમાંથી ગઈ કાલે લાખોના ઝડપાયેલ ઈગ્લીશ દારૂ બાદ તાલુકા અને એલસીબી પોલીસ કર્મીઓની જિલ્લા ફેર બદલી કરવામાં આવી.

પોલીસબેડામાં ચકચાર

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 8 અને LCBના 4 પોલીસ કર્મચારીઓ મળીને પોલીસ અધિક્ષકે 12 જેટલા પોલીસ કર્મચારીઓની જિલ્લા ફેર સામુહિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી.

Advertisement

ગોંડલ તાલુકા પોલીસની હદમાં ચોથો દરોડો

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં SMC દ્વારા ચોથો દોરો પાડવામાં આવ્યો હતો તાલુકા પોલીસ સ્ટેશન ની હદ માં SMC દ્વારા 17 જુલાઈ 2022 એ બેટાવડ ગામે દેશી દારૂ ની ભઠ્ઠી, 7 ફેબ્રુઆરી 2023 એ કમઢીયા ગામે દેશી દારૂ ની ભઠ્ઠી, 23 જૂન 2023 બિલિયાળા માં વિદેશી દારૂ અને ગઈ કાલે 14 જુલાઈ એ ગુંદાળા ગામે થી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Advertisement

After Gondal liquor raid

12 કર્મચારીઓ ની સામુહિક બદલી
  1. અજીતસિંહ ગંભીર ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી
  2. ગિરિરાજસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી
  3. રાજેશભાઈ તાવીયા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં બદલી
  4. રવિભાઈ ચાવડા ગોંડલ તાલુકામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી
  5. શક્તિસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર જિલ્લામાં બદલી
  6. વિરેન્દ્રસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી જામનગર બદલી
  7. અમરદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી
  8. વિશ્વજીતસિંહ જાડેજા ગોંડલ તાલુકામાંથી સુરેન્દ્રનગર બદલી
  9. વાસુદેવસિંહ જાડેજા LCB બ્રાન્ચ માંથી દેવભૂમિ દ્વારકા બદલી
  10. નરેન્દ્રસિંહ રાણા LCB બ્રાન્ચમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી
  11. જયંતિ મજેઠીયા LCB બ્રાન્ચ માંથી જામનગર જિલ્લામાં બદલી
  12. અમુભાઈ વિરડા LCB બ્રાન્ચમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બદલી

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : ગોંડલમાં SMC દરોડો પાડી કન્ટેનરમાંથી 800થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×