Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડના તપાસમાં તેજી, તમામ શ્રમિકોના જોબકાર્ડની કરાશે તપાસ 

દેખાઈ GUJARAT FIRST ના અહેવાલની અસર વડોદરામાં મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ ગ્રામ સેવક, ટેક્નિકલ આસિસ્ટન્ટ, અને તલાટીની બદલી કરવામાં આવી સરપંચ અને તલાટીને નોટિસ પણ પાઠવવામાં આવી વડોદરામાં મનરેગા યોજનામાં ગેરરીતિ બહાર આવી હતી, જેના બાદ સમગ્ર વિસ્તારમાં...
gujarat first ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડના તપાસમાં તેજી  તમામ શ્રમિકોના જોબકાર્ડની કરાશે તપાસ 
Advertisement
  • દેખાઈ GUJARAT FIRST ના અહેવાલની અસર
  • વડોદરામાં મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ
  • ગ્રામ સેવક, ટેક્નિકલ આસિસ્ટન્ટ, અને તલાટીની બદલી કરવામાં આવી
  • સરપંચ અને તલાટીને નોટિસ પણ પાઠવવામાં આવી

વડોદરામાં મનરેગા યોજનામાં ગેરરીતિ બહાર આવી હતી, જેના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.સમગ્ર બાબત એમ હતી કે, ગામના સરપંચ અને કેટલાક અધિકારીઓની મિલીભગતથી મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ મહિલાના પરિવારજનોએ કર્યો હતો. હવે GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડને લઈને તપાસમાં તેજી આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડના તપાસમાં તેજી

Advertisement

સમગ્ર બાબત એમ છે કે, વડોદરા તાલુકાના સમસાબાદ ગામની ગંગાબેન પાટણવાડીયા નામની મહિલાના મોત બાદ 75 દિવસ સુધી તેના નામે વેતન ચુકવવામાં આવ્યું હતું.આ દરમિયાન,અન્ય કોઈ વ્યક્તિએ ગંગાબેનના નામે 17,925 રૂપિયા ઉપાડી લીધા હતા. જેમાં હવે GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડને લઈને તપાસમાં તેજી આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રક્રિયામાં ગ્રામ સેવક, ટેક્નિકલ આસિસ્ટન્ટ, અને તલાટીની બદલી કરવામાં આવી છે. ઉપરાંત, સરપંચ અને તલાટીને નોટિસ પણ આપવામાં આવી છે.

Advertisement

કરાશે ગામના શ્રમિકોના જોબકાર્ડની તપાસ

વરણામા પોલીસ સ્ટેશનમાં આ કૌભાંડની સામે ગુનો નોંધાયો છે. સમસાબાદ ગામમાં એક મૃતક મહિલાના નામે ગેરકાયદે વેતન ઉપાડવામાં આવ્યું હતું. હવે,ગામના તમામ શ્રમિકોના જોબકાર્ડની સમીક્ષા કરવામાં આવશે, અને જો કોઈ ખોટું જાણવા મળે, તો તે સામે કડક પગલાં લેવામાં આવશે.અહી ઉલ્લેખનીય છે કે, સરપંચે આ રકમ વિકાસ કામો માટે વાપરવાનો દાવો કર્યો છે. હવે પોલીસ દ્વારા કૌભાંડની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD: રક્ષાબંધન માટે ખરીદ્યા પેંડા તો બધા જ નીકળ્યા ફૂગવાળા, AMC માં ફરિયાદ કરાતા દુકાન સીલ

Tags :
Advertisement

.

×