Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નવરાત્રિ બાદ શું હવે Diwali પર પણ વરસાદનું સંકટ? Ambalal Patel ની આગાહી

Ambalal Patel Rain Prediction : ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યું. આ વર્ષે મેઘરાજાએ જાણે ગુજરાતને છોડીને ક્યાંય જવું જ નથી તેવું નક્કી કરી લીધું છે. નવરાત્રિના તહેવારો પૂરા થયા, પરંતુ હજી વરસાદનું જોર ઓછું થયું નથી.
નવરાત્રિ બાદ શું હવે diwali પર પણ વરસાદનું સંકટ  ambalal patel ની આગાહી
Advertisement
  • નવરાત્રિની જેમ દિવાળીમાં પણ વરસાદ? જાણો Ambalal Patel શું કહે છે
  • ‘શક્તિ’ વાવાઝોડું લાવશે ભારે વરસાદ, અંબાલાલ પટેલનો દાવો
  • વરસાદ હવે નવરાત્રિને જેમ દિવાળી પણ બગાડશે?
  • દિવાળી ઉજવણીમાં પાણી ફરી વળશે?

Ambalal Patel Rain Prediction : ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું નામ જ નથી લઈ રહ્યું. આ વર્ષે મેઘરાજાએ જાણે ગુજરાતને છોડીને ક્યાંય જવું જ નથી તેવું નક્કી કરી લીધું છે. નવરાત્રિના તહેવારો પૂરા થયા, પરંતુ હજી વરસાદનું જોર ઓછું થયું નથી. હવે ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ (Ambalal Patel) ફરી એકવાર મોટી આગાહી સાથે મેદાનમાં આવ્યા છે, જે રાજ્યભરના લોકોની ચિંતા વધારી શકે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે દિવાળી સુધી એટલે કે આસો મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જામશે.

ક્યાં-ક્યાં પડશે વરસાદ?

અંબાલાલ પટેલના મતે, આ બેમોસમી વરસાદનું મુખ્ય કારણ ગુજરાતના દરિયાકાંઠાની નજીક સર્જાયેલું 'શક્તિ' નામનું વાવાઝોડું છે. ભલે આ વાવાઝોડું ગુજરાત પર સીધું ત્રાટકશે નહીં, પરંતુ તેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. તેમના દાવા મુજબ, 'શક્તિ' વાવાઝોડું યુ-ટર્ન લેશે અને જેમ-જેમ તે દરિયાકાંઠાની નજીક આવશે, તેમ-તેમ તેની ઝડપ ઘટશે, પણ તેની અસરથી ભારે વરસાદ થશે. જણાવી દઇએ કે, કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જ્યા ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બંને વિસ્તારોને પણ વરસાદ તરબોળ કરી દેશે. અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના આ મુખ્ય શહેરોમાં પણ અંબાલાલ પટેલ (Ambalal Patel) એ વરસાદની આગાહી કરી છે, જેનાથી શહેરીજનોની દિવાળીની તૈયારીઓ પર પાણી ફરી વળવાની શક્યતા છે. દક્ષિણ અને પશ્ચિમ ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ઉપરાંત અહીં પણ વરસાદની અસર જોવા મળશે.

Advertisement

Advertisement

Ambalal Patel ની તારીખવાર આગાહી

અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઓક્ટોબર મહિનાની 6ઠ્ઠી તારીખથી 10મી તારીખ સુધી વરસાદનો જોરદાર રાઉન્ડ રહી શકે છે. આના પુરાવારૂપે, આગાહીકારના મતે રવિવારની રાતથી જ હવામાનમાં પલટો આવવાનું શરૂ થઈ ગયું હતું અને રાત્રે ભારે વરસાદ નોંધાયો હતો. 5 દિવસના આ સમયગાળા દરમિયાન, અંબાલાલ પટેલે દરિયાખેડુઓ (માછીમારો) ને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ ચેતવણી આપી છે. તોફાની પવનો અને વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતા છે.

ખેડૂતોની ચિંતા વધી

બેમોસમી વરસાદ હંમેશા ખેડૂતો માટે આફત લઈને આવે છે. આ આગાહીને પગલે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) એ જણાવ્યું છે કે આ વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે. જો લણણીના સમયે વરસાદ આવે તો મગફળીનો પાક જમીનમાં જ સડી જવાની કે ગુણવત્તા બગડી જવાની ભીતિ રહે છે. ઉલ્લેખનીય છે કે, અંબાલાલ પટેલની આ આગાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાંથી હજી ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ નથી.

તહેવારની તૈયારીઓમાં લાગેલા લોકોને મુશ્કેલી

નવરાત્રિના રંગમાં ભંગ પડ્યા બાદ હવે રાજ્યના નાગરિકોને દિવાળીના સૌથી મોટા તહેવાર પર પણ વરસાદની ચિંતા સતાવી રહી છે. જો આગાહી સાચી ઠરશે, તો ખેડૂતોથી લઈને સામાન્ય જનતા અને તહેવારની તૈયારીઓમાં લાગેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે, આ ફેરફારો ક્લાઇમેટ ચેન્જના સંકેત પણ હોઈ શકે છે. ગુજરાતને આ વરસાદી સંકટમાંથી ક્યારે રાહત મળે છે, તેના પર સૌની નજર રહેલી છે.

આ પણ વાંચો :   Gujarat Rain: શક્તિ વાવાઝોડા મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Tags :
Advertisement

.

×