તહેવારોની રજા બાદ Gondal માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમ્યું, નવા કપાસ સાથે વિવિધ જણસીઓની ભારે આવક નોંધાઇ
- તહેવારોની રજા બાદ Gondal માર્કેટિંગ યાર્ડ ધમધમ્યું,
- નવા કપાસ સાથે વિવિધ જણસીઓની ભારે આવક નોંધાઇ
- તહેવારોની 8 દિવસની રજાઓ બાદ બજાર ફરી ધમધમ્યું
ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જન્માષ્ટમી તહેવારોની 8 દિવસની રજાઓ બાદ આજથી રાબેતા મુજબ ફરી ધમધમતું થયું હતું. ગોંડલ યાર્ડમાં ગત સાંજે તેમજ આજરોજ સવારથી વિવિધ જણસીઓની આવક સાથે સવારથી વિવિધ જણસીની હરાજી શરૂ કરવામાં આવી હતી.
Gondal માર્કેટિંગ યાર્ડ માં 3 મણ નવા કપાસની આવક થવા પામી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા કપાસની ભારીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેમાં ભેસાણ તાલુકાના માંડવા ગામના ખેડૂત નરશીભાઈ હરખાણી નવા કપાસની 1 ભારી(3 મણ) લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી પોહચ્યા હતા. સવારે નવા કપાસની ભારીની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં એમ.જે. ટ્રેડિંગ નામની પેઠી ધરાવતા જીતુભાઈ ભાલાળા નામના વેપારી દ્વારા નવા કપાસની ભારીના મુહૂર્તના ભાવ રૂપિયા 1981/- ની બોલી લગાવી ખરીદી કરવામાં આવી હતી...
Gondal માર્કેટિંગ યાર્ડ માં આજથી વિવિધ જણસી ની આવક થવા પામી હતી.
યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી જન્માષ્ટમી અને શ્રાવણ માસના તહેવારોની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક કરવામાં આવી હતી જેમાં ચણા, કપાસ, મગફળી, ડુંગળી અને ધાણા સહિતની જણસીની આવક થવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ આવતા હોય છે.
અહેવાલ: વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: તાપી જિલ્લાના SCST સેલના DYSP નિકિતા શિરોયા લાંચ કેસમાં આરોપી


