Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Agricultural mechanization :કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન-રાજ્યના બે લાખ જેટલા ખેડૂતો લાભાર્થી

Agricultural mechanization  : કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના ૧,૯૨,૭૦૦થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ...
agricultural mechanization  કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન રાજ્યના બે લાખ જેટલા ખેડૂતો લાભાર્થી
Advertisement
  • Agricultural mechanization  : કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના ૧,૯૨,૭૦૦થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા
  • ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે
  • બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. ૮૦૦ કરોડ અને અન્ય મશીનરીની ખરીદી માટે બમણાથી પણ વધુ રૂ. ૫૯૦.૯૮ કરોડની જોગવાઈ
  • ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં ટ્રેકટર માટે ૩.૨૪ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૫૪૨ કરોડ તેમજ અન્ય મશીનરી માટે ૩.૭૯ લાખ ખેડૂતોને રૂ. ૧,૨૩૮ કરોડની સહાય આપી

Agricultural mechanization  : ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે.

આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની બજાર કિંમત વધુ હોવાથી ખેડૂતોનો એક મોટો વર્ગ આ સાધનોની ખરીદી કરી શકતો નથી. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના દિશાનિર્દેશ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ(Raghavji Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

Advertisement

Agricultural mechanization : ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના ૮૦,૦૦૦ ખેડૂતોને સહાય

રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યારસુધીનો સર્વોચ્ચ વધારો કરીને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્યના ૮૦,૦૦૦ ખેડૂતોને સહાય આપવાના લક્ષ્યાંક સાથે રૂ. ૮૦૦ કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષની બજેટ જોગવાઈની સરખામણીએ બમણી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટીક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં રૂ. ૫૯૦.૯૮ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે, જે ગત વર્ષની જોગવાઈની સાપેક્ષે બમણાથી પણ વધુ છે.

Advertisement

ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાયરૂપ થવા કૃષિ વિભાગ દ્વારા ૮૦,૦૦૦ ખેડૂતોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે ૭૬,૦૦૦ જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે પણ રાજ્યના ૧,૧૬,૭૦૦થી વધુ ખેડૂતોને ખેત ઓજારોની ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, ટ્રેક્ટર સહિતની વિવિધ મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા એકંદરે કુલ ૧,૯૨,૭૦0થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે.

Agricultural mechanization : રાજ્ય સરકાર દ્વારા કુલ ૨,૭૮૦ કરોડથી વધુની સહાય

ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ વાળવા માટે મશીનરીની ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દરેક તબક્કે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ટ્રેક્ટરની ખરીદી માટે ૩.૨૪ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ. ૧,૫૪૨ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેક્ટર સિવાયની અન્ય મશીનરીની ખરીદી માટે પણ છેલ્લા દશ વર્ષમાં ૩.૭૯ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧,૨૩૮ કરોડથી વધુ સહાય આપવામાં આવી છે. આમ, ગુજરાતના ખેડૂતોને છેલ્લા એક દાયકામાં મશીનરીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ૨,૭૮૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતોને વર્ષ ૨૦૧૧-૧૨થી જ ભારત સરકારે નિયત કરેલા ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર તેની કુલ કિંમતના ૨૫ ટકા અથવા રૂ. ૪૫,૦૦૦ તેમજ ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની કિંમતના ૨૫ ટકા અથવા રૂ. ૬૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવતી હતી. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬થી ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને ટ્રેકટરની કુલ કિંમતના ૨૫ ટકા અથવા રૂ. ૧,૦૦,૦૦૦ બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો :Love Jihad : ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી

Tags :
Advertisement

.

×