Ahmedabadમાં યોજાશે સાતમી હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે, 15 રાજ્યના કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે
- એન્જિનિયરિંગ અને તકનીકીક્ષેત્રના વિદ્યાર્થીઓ લેશે ભાગ
- 15 રાજ્યમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે
- વિદ્યાર્થીઓ સમસ્યાઓના સમાધાન લાવવાનો પ્રયાસ કરશે
- 48 ટીમો 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે
Ahmedabad: આગામી 11 અને 12 ડિસેમ્બરે અમદાવાદમાં એન્જિનિયરિંગ અને તકનેકીક્ષેત્રના વિદ્યાર્થીઓ અલગ અલગ વિભાગની સમસ્યાઓ અને પડકારો અંગે સમાધાન લાવવાનો પ્રયાસ કરશે. રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે સાતમી હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે.
આ પણ વાંચો: Banaskantha: ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું મા નર્મદાનું પાણી, જગતના તાતને હવે લીલાલહેર
આ હેકાથોનમાં 48 ટીમો 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે. જેમાં દેશભરના 15 રાજ્યમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે. યુવાનોની સર્જનાત્મકતા ટેકનીકલ કુશળતા તેમજ ઉદ્યોગના વર્તમાન પડકારોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ચાલુ વર્ષે ઈસરો નજીક શિવાનંદ આશ્રમમાં સાતમા વર્ષે હેકાથોન સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે.
15 રાજ્યમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે
રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન વર્ષ 2017 થી હેકાથોનની શરૂઆત થઈ હતી. આ વર્ષે સાતમી હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે. આ હેકાથોનમાં 48 ટીમો 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે. જેમાં દેશભરના 15 રાજ્યમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. યુવાનોની સર્જનાત્મકતા ટેકનીકલ કુશળતા તેમજ ઉદ્યોગના વર્તમાન પડકારોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
શિવાનંદ આશ્રમમાં સાતમા વર્ષે હેકાથોન સ્પર્ધાનું આયોજન
આ પણ વાંચો: Botad: સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ
ચાલુ વર્ષે ઈસરો નજીક શિવાનંદ આશ્રમમાં સાતમા વર્ષે હેકાથોન સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં મુખ્યત્વે ચંદ્રયાન, વાતાવરણ અને પર્યાવરણ, સેટેલાઈટ કોમ્યુનિકેશન, ઉપરાંત સૌથી મહત્વનું અને ચિંતાજનક બાબત ગણાતી એવી સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષય પર વિદ્યાર્થીઓ સતત 36 કલાક સુધી મહેનત કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ વર્ષ પહેલા કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગની સમસ્યાઓને પડકારો શોધીને વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમ થકી તેનો નિકાલ લાવવાનો પ્રયાસ થાય તે હેતુથી શરૂઆત કરી હતી.
અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ
આ પણ વાંચો: સગી જનેતા સહિત 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત


