Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા અમદાવાદનો શખ્સ 300 ફૂટ ખાઈમાં ખાબક્યો, થયું મોત

માઉન્ટ આબુમાં (Mount Abu) પણ વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસા દરમિયાન માઉન્ટ આબુની લીલી ખીણો પ્રવાસીઓને આકર્ષે છે.
ahmedabad   માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા અમદાવાદનો શખ્સ 300 ફૂટ ખાઈમાં ખાબક્યો  થયું મોત
Advertisement
  1. માઉન્ટ આબુનાં આરણા હનુમાન મંદિર પાસેની ઘટના
  2. અમદાવાદનાં પ્રવીણભાઈ માઉન્ટ આબુ ગયા હતા
  3. જોખમી સ્થળે સેલ્ફી લેતા પગ લપસ્યો અને ખાઈમાં ખાબક્યા!
  4. હોસ્પિટલ લઈ જતા સમયે થયું મોત, પોલીસે કાર્યવાહી આદરી

Ahmedabad : મોબાઇલમાં સેલ્ફી લેવા માટે ઘણીવાર લોકો જીવનું જોખમ લેતા હોય છે. અગાઉ અનેક એવી ઘટનાઓ બની છે, જેમાં સેલ્ફીનાં ચક્કરમાં લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે, એવી વધુ એક દુ:ખદ ઘટના માઉન્ડ આબુમાં (Mount Abu) બની છે, જ્યાં આરણા હનુમાન મંદિર પાસે સેલ્ફી લેતા સમયે અચાનક પગ લપસી જતાં ખાઈમાં ખાબકી જવાથી અમદાવાદનાં શખ્સનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad : સમસ્યા નહીં ઉકેલાય તો જનતા માટે આંદોલન પણ કરીશ : હાર્દિક પટેલ

Advertisement

Advertisement

જોખમી સ્થળે સેલ્ફી લેતા અમદાવાદનાં પ્રવીણભાઈ ખાઈમાં ખાબક્યા

ગુજરાત સહિતનાં કેટલાક રાજ્યોમાં હાલ ચોમાસું સક્રિય છે અને ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ત્યારે માઉન્ટ આબુમાં (Mount Abu) પણ વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસા દરમિયાન માઉન્ટ આબુની લીલી ખીણો પ્રવાસીઓને આકર્ષે છે. ત્યારે ચોમાસા દરમિયાન, માઉન્ટ આબુની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. જો કે, ઘણીવાર જોખમી સ્થળો પર સેલ્ફીનાં ચક્કરમાં લોકો મોતને આમંત્રણ આપતા હોય છે. એવી જ એક ઘટના આજે માઉન્ટ આબુનાં આરણા હનુમાન મંદિર (Arana Hanuman Temple) પાસે બની છે, જ્યાં અમદાવાદનાં (Ahmedabad) રહેવાસી પ્રવીણ પટેલ સેલ્ફી લેતી વખતે 300 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગયા હતા.

આ પણ વાંચો - Mumbai-Ahmedabad Bullet Train Project : સાબરમતી નદી પર 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતો 36 મીટર ઊંચા પુલનું નિર્માણ

હોસ્પિટલ લઈ જતી વખતે પ્રવીણભાઈનું મોત નીપજ્યું

અ ઘટના અંગે સ્થાનિકોએ માઉન્ટ આબુ પોલીસને જાણ કરી હતી. આથી, અધિકારી પ્રદીપ ડાગા નાગર, પાલિકા ડિઝાસ્ટર ટીમનાં સભ્યો, સ્કાઉટ્સ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ બચાવ કામગીરી લગભગ 1 કલાક સુધી ચાલી હતી, જ્યાં ટીમ અને કેટલાક સ્થાનિક લોકો 300 ફૂટ ઊંડી ખાઈમાં ઉતર્યા હતા અને પ્રવીણભાઈને બહાર કાઢ્યા હતા. જો કે, હોસ્પિટલ લઈ જતી વખતે પ્રવીણભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો - VADODARA : આખરે ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને બહાર કાઢવાનું મૂહુર્ત નીકળ્યું

Tags :
Advertisement

.

×