Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : વાઇબ્રન્ટ સમિટ 2024 ને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસને આપ્યા સૂચનો

અહેવાલ - રીમા દોશી  અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસન સપ્તાહમાં એક વખત અધિકારીઓ સાથે વીકલી રીવ્યુ મીટીંગ લેતા હોય છે, જ્યારે આ સપ્તાહની બુધવારના રોજ મળેલી મિટિંગમાં કમિશનરે 25 ડિસેમ્બર સુધી રોડના કામ પૂર્ણ કરવા સૂચન કર્યું, સાથે જ વાઇબ્રન્ટ...
ahmedabad   વાઇબ્રન્ટ સમિટ 2024 ને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસને આપ્યા સૂચનો
Advertisement

અહેવાલ - રીમા દોશી 

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસન સપ્તાહમાં એક વખત અધિકારીઓ સાથે વીકલી રીવ્યુ મીટીંગ લેતા હોય છે, જ્યારે આ સપ્તાહની બુધવારના રોજ મળેલી મિટિંગમાં કમિશનરે 25 ડિસેમ્બર સુધી રોડના કામ પૂર્ણ કરવા સૂચન કર્યું, સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત ને ધ્યાને રાખીને શહેરને લગતા જરૂરી સૂચનો કર્યા.

Advertisement

Advertisement

જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ સમિટ 2024 નું આયોજન જ્યારે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર કરી રહી છે, જેમાં મોટા પ્રમાણમાં વિદેશમાંથી તેમજ દેશના અન્ય શહેરોમાંથી મહેનમનો આવવાના છે. ત્યારે કમિશનરે 25 ડિસેમ્બર સુધી શહેરમાં તમામ રોડના કામ પૂર્ણ કરવા સૂચન કર્યું છે.  સાથે જ શહેરના તમામ બ્રિજ ઉપર પણ ડેકોરેશન કરવા તેમજ એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીના રોડને યુદ્ધના ધોરણે કામ પૂરું કરવા તાકિત કરી. સાથે જ શહેરના તમામ સર્કલનું પણ 25 ડિસેમ્બર સુધીમાં યોગ્ય રીતે બ્યુટીફિકેશન થાય તે સૂચન પણ કમિશનર દ્વારા આપવામાં આવ્યું છે.
- 25 ડિસેમ્બર થી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન થનાર છે, જેમાં ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી મુખ્ય મહેમાન બનશે. સાથે જ મોટી સંખ્યામાં મુલાકાતિઓ પણ આ સાત દિવસ દરમિયાન કાંકરિયા તળાવની મુલાકાત લેશે. જેમને કોઈ અગવડતા ન પડે તેમ જ પાર્કિંગ પણ યોગ્ય રીતે મળી રહે તેને લઈને કમિશનરે તમામ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે.
- જાન્યુઆરી 2024 માં ફ્લાવર શોનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા ઇવન સેન્ટર તેમજ ફ્લાવર ગાર્ડન ખાતે થનાર છે. જેને લઈને પણ પાર્કિંગની તેમજ શનિ રવિવારના રોજ મોટા પ્રમાણમાં ભીડ ભેગી થાય તો કેવી રીતે કંટ્રોલ કરી શકાય. તેનું અગાઉથી જ આયોજન કરવા કમિશનરે સૂચન કર્યું છે.
- ઢોર નિયંત્રણ પોલિસી અમલી થયા બાદ શહેરમાં રખડતા ઢોરની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે CNCD વિભાગની કામગીરીને કમિશનરે વખાણી છે, તેમજ ગાયના પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય પણ કમિશનરે યોગ્ય ગણાવ્યો છે. તેમજ આગામી સમયમાં આ જ પ્રકારે ગાયોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેમજ લાઇસન્સ ની અરજીઓનો નિકાલ આવે તે સૂચન કમિશનર દ્વારા કરવામાં આવ્યું.

2019 બાદ 2024 માં જ્યારે વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે આ વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકો દેશના પાટનગરની સાથે સાથે અમદાવાદ શહેરને પણ નિહાળવાના છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોઈ પ્રકારની કમી ન રહે તે પ્રકારનું સૂચન કમિશનર દ્વારા આજની મિટિંગમાં કરવામાં આવ્યું.

આ પણ વાંચો -- ભરૂચ શહેરમાં અજવાળું કરવા વિપક્ષીઓ અને આરટીઆઈ એક્ટિવિસ્ટોનો અનોખો વિરોધ

Tags :
Advertisement

.

×