Ahmedabad : AMC નોકર મંડળના કર્મચારીઓનો વ્યાપક વિરોધ : પોતાના હકોની કરી માંગણી
- Ahmedabad : સારંગપુરથી AMC કચેરી સુધી રેલી: કર્મચારીઓએ 19 માંગણીઓ રજૂ કરી
- AMCમાં આઉટસોર્સિંગ વિરુદ્ધ કર્મચારીઓનો આંદોલન : હજારો જોડાયા
- કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો: AMC નોકરમંડળનો વિરોધ, કાયમી ભરતીની માંગ
- અમદાવાદના સફાઈ કામદારોનો વિરોધ: મકાન અને ગ્રેડ પેની માંગણીઓ
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નોકર મંડળના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે વ્યાપક વિરોધ દર્શાવ્યો છે. સારંગપુર પાણીની ટાંકીથી શરૂ થયેલી રેલી AMC કચેરી સુધી પહોંચી હતી. જ્યાં કર્મચારીઓએ તેમના સમસ્યાઓની રજૂઆતો કરી હતી. તે ઉપરાંત તેમની માંગણીઓ રજૂ કરી હતી. આ વિરોધમાં અંદાજે 19 માંગણીઓ સામેલ છે, જેમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની મુખ્ય માંગ છે. 15 દિવસ પહેલાં AMC કમિશનરને આવેદનપત્ર આપવા છતાં માંગણીઓ પર કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે.
વિરોધમાં જોડાયેલી Ahmedabad ની સંસ્થાઓ અને કર્મચારીઓ
આ વિરોધમાં વિવિધ યુનિયન અને સંગઠનોના હજારો કર્મચારીઓ જોડાયા છે. મેનહોલ કામદાર યુનિયનના 1200 કામદારો, કર્ણાવતી મહાનગરપાલિકા મઝદૂર સંગના પ્રમુખ તરફથી 500 કર્મચારીઓ અને AMC હેલ્થ, મેલેરિયા જનરલ કર્મચારી એસોસિએશન પણ આ વિરોધમાં સામેલ થયું છે. કુલ મળીને અનેક વિભાગોના કર્મચારીઓએ AMC નોકરમંડળના આગેવાનો સાથે રેલી કાઢી અને તેમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ કર્મચારીઓએ બેનર અને પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉતરીને તેમની મુશ્કેલીઓ જણાવવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો- Surat : પાંડેસરામાં માત્ર 50 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા, પોલીસે ઉકેલ્યો ભેદ
કાયમી નોકરી સહિત કેટલીક અન્ય માંગણીઓ માટે પ્રદર્શન
AMC નોકર મંડળ સાથે જોડાયેલા કર્મચારીઓની મુખ્ય માંગ છે કે આઉટસોર્સિંગ બંધ કરીને કાયમી ભરતી કરવી જોઈએ. અમદાવાદના સફાઈ કામદારોને કાયમી સરકારી નોકરી આપવી, હોસ્પિટલ, મેનહોલ, CNCD, STP અને મેલેરિયા વિભાગોમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી તથા ખાનગીકરણ બંધ કરી કાયમી ભરતી કરવી. વધુમાં, 2006થી 2011 દરમિયાન રહેમરાહે નોકરી કરતાં વારસદારોને કાયમી કરવાની માંગ છે. ફાયર બ્રિગેડમાં 24 કલાકની નોકરીને 8 કલાકની કરવી, AMC કર્મચારીઓને સુરત કોર્પોરેશન જેવો ગ્રેડ પે આપવો, સફાઈ કામદારોને બે ટાઈમ ટ્રાન્સફર અલાઉન્સ અને ઝોન વાઈસ સફાઈ કામદારો માટે AMC દ્વારા મકાનો બનાવી આપવાની માંગણીઓ પણ સામેલ છે.
આ વિરોધથી AMC કર્મચારીઓએ તેમની લાંબા સમયની મુશ્કેલીઓ વિશે અવાજ ઉઠાવ્યો છે. કર્મચારીઓ આશા કરે છે કે તેમની માંગણીઓ પર ઝડપી કાર્યવાહી થશે, જેથી તેઓને કાયમી નોકરી અને વધુ સુવિધાઓ મળે. AMC વહીવટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી, પરંતુ આ વિરોધથી શહેરી સેવાઓ પર અસર પડવાની શક્યતા છે.
આ પણ વાંચો- Vadodara : નવરાત્રી નિહાળવા અનેક દેશોના પ્રતિનિધિઓ આવશે, ગરબાને મળશે ‘ગ્લોબલ ટચ’