Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ઈસનપુરમાંથી નશામાં કાર ચલાવતા બિલ્ડર ધરપકડ, ગાડીમાંથી મળી આવ્યાં રોકડા 1 કરોડ રૂપિયા

Ahmedabad: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પોલીસે એક બિલ્ડર ધનરાજ પટેલને દારૂનાં નશામાં કાર ચલાવતા સમયે ઝડપી લીધો.
ahmedabad  ઈસનપુરમાંથી નશામાં કાર ચલાવતા બિલ્ડર ધરપકડ  ગાડીમાંથી મળી આવ્યાં રોકડા 1 કરોડ રૂપિયા
Advertisement
  1. નશાની હાલતમાં કાર ચલાવતા બિલ્ડરની ધરપકડ
  2. સૂર્યનગર ચોકી પાસે વાહન ચેકીંગ દરમિયાન ઝડપાયો
  3. કારમાં તપાસ કરતા એક દારૂની બોટલ મળી આવી
  4. કારમાં તપાસ કરતા એક કરોડની રોકડ રકમ પણ મળી

Ahmedabad: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પોલીસે એક બિલ્ડર ધનરાજ પટેલને દારૂનાં નશામાં કાર ચલાવતા સમયે ઝડપી લીધો. નોંધનીય છે કે, સુર્યનગર ચોકી પાસે વાહન ચેકિંગ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એેલેન્ટ્રા કારની તપાસ કરતાં તેના અંદર એક દારૂની બોટલ અને એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જો કે, અત્યારે પોલીસે નબીરાની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યના 25 IPS અધિકારીઓની કરવામાં આવી બદલી, ગૃહ વિભાગે આપ્યાં આદેશ

Advertisement

કારમાં તપાસ કરતા એક દારૂની બોટલ મળી આવી

બિલ્ડર ધનરાજ પટેલે આ રોકડ રકમને સાઈટ બુકિંગના નાણાં તરીકે ઓળખાવું હોવાનો દાવો કર્યો છે. નોંધનીય છે કે, બિલ્ડર ધનરાજ પટેલ પાસે દારૂની પરમીટ હતી પરંતુ તે દારૂ પીધેલી હાલતમાં હતા અને પરમીટ માત્ર સ્ટોક કરવાના માટે હતી, પરંતુ તેની પરમિશન ડ્રિંક એન્ડ ડ્રાઈવના નહોતી. જેથી ઈસનપુર પોલીસે બિલ્ડર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: ભાવનગરમાં નગ્ન અવસ્થામાં મહિલા તબીબ: લોકો જોઇને ચોંકી ઉઠ્યા તાબડતોબ પોલીસ બોલાવી

બિલ્ડર પાસે દારૂની પરમીટ હતી, પણ દારૂ પરમીટનો નહોતો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે ધરપકડ કર્યા બાદ બિલ્ડર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત, બિલ્ડર પર કાયદેસર કાર્યવાહી કરાઈ છે. પરંતુ બાદમાં તેને જામીન પર છુટકારો આપવામાં આવ્યો. નોંધનીય છે કે, અમદાવાદમાં નબીરાઓનો ત્રાસ વધી રહ્યો છે. આ પહેલા પણ બોપલમાં એક નબીરાની મોટો અકસ્માત સર્જ્યો હતો. જો કે, અત્યારે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા પોલીસે નબીરાની ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: Ahmedabad: નશાકારક દવાના કારણે 18 વર્ષીય યુવકનું મોત, મિત્રે આપ્યું હતું નશાનું ઇન્જેક્શન

Tags :
Advertisement

.

×