Ahmedabad Civil Hospital માં મુસ્લિમ સમાજમાંથી મળ્યું સાતમું અંગદાન,જરૂરિયાતમંદ દર્દીને મળશે નવજીવન!
- Ahmedabad Civil Hospital માં ગુપ્તદાન પેટે ૨૦૬મુ અંગદાન પ્રાપ્ત થયું
- સમાજમાં અંગદાન અંગે વધી રહી છે જાગૃતિ
- મુસ્લિમ સમાજમાંથી મળ્યું અંગદાન
સમાજમાં હવે અંગદાન અંગે જાગૃતિ વધી રહી છે, લોકો દાન કરવા પ્રેરિત થઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અંગદાન આપવાનો સિલસિલો અવરિત રીતે ચાલુ છે જે સારી અને આવકારદાયક બાબત છે. સિવિલ હોસ્પિટલમાં માં ગુપ્તદાન ના સ્વરુપે ૨૦૬મુ અંગદાન પ્રાપ્ત થયું છે. ગુપ્ત અંગદાનમાં ૪ અંગો મળ્યા છે. પરપ્રાંતના મુસ્લીમ યુવાનના અંગદાન થકી બે કીડની, એક લીવર અને એક સ્વાદુપિંડનું દાન મળ્યું.
Ahmedabad Civil Hospital માં ગુપ્તદાન પેટે ૨૦૬મુ અંગદાન મળ્યું
નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલા ૨૦૬ માં અંગદાનની વિગતો જોઇએ તો , પરપ્રાંતિય મુસ્લીમ યુવાનને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. સિવિલ અમદાવાદમાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ યુવાનને તારીખ ૧૯.૦૮.૨૦૨૫ ના રોજ બ્રેઇન ડેડ હોવાનુ જાહેર કરેલ. ડોક્ટરો એ અંગદાન વિશે વિગતે સમજાવતા દર્દીના પરિવારજનોને તેના અંગોનુ દાન આપવા સંમતિ આપી હતી.
Ahmedabad Civil Hospital ના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટે આપ્યું આ નિવેદન
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે પરપ્રાંતિય મુસ્લિમ યુવાનના અંગદાનથી મળેલ બે કીડની, લીવર તથા સ્વાદુપિંડ ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૦૬ અંગદાતાઓ થકી કુલ ૬૭૮ અંગો નું દાન મળેલ છે. જેમાં ૧૮૧ લીવર, ૩૭૬ કીડની, ૧૫ સ્વાદુપિંડ, ૬૬ હ્રદય, ૩૨ ફેફસા, ૬ હાથ, ૨ નાના આંતરડા નો સમાવેશ થાય છે. આ. ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંક ને અત્યાર સુધી માં ૨૨ જેટલી ત્વચા નુ પણ દાન મળ્યુ છે . આ ૨૦૬ અંગદાતા ઓ થકી ૬૫૯ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે .
અહેવાલ: સંજ્ય જોશી,અમદાવાદ
આ પણ વાંચો: જામનગરની જીવાદોરી સસોઈ ડેમ ઓવરફ્લો: શહેર અને ગામો માટે પાણીની ચિંતા દૂર, 11 ગામોને એલર્ટ


