Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD: મરીન સેક્ટરમાં ઇકો ફ્રેન્ડલી એલપીજી કન્વર્ઝન કિટ સિસ્ટમ કાર્યરત થશે

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ મરીન સેક્ટરમાં ફિશરમેન માછલી પકડવા માટે પોતાની બોટ દ્વારા દરિયામાં દૂર દૂર સુધી જતા હોય છે. ત્યારે તેમના માટે આશીર્વાદરૂપ મરીન સેક્ટરમાં પહેલીવાર ઈકો ફ્રેન્ડલી એટલે કે પોલ્યુશન રહિત એલપીજી કીટ સિસ્ટમ કાર્યરત થવાની છે....
ahmedabad  મરીન સેક્ટરમાં ઇકો ફ્રેન્ડલી એલપીજી કન્વર્ઝન કિટ સિસ્ટમ કાર્યરત થશે
Advertisement

અહેવાલ - સંજય જોશી, અમદાવાદ

મરીન સેક્ટરમાં ફિશરમેન માછલી પકડવા માટે પોતાની બોટ દ્વારા દરિયામાં દૂર દૂર સુધી જતા હોય છે. ત્યારે તેમના માટે આશીર્વાદરૂપ મરીન સેક્ટરમાં પહેલીવાર ઈકો ફ્રેન્ડલી એટલે કે પોલ્યુશન રહિત એલપીજી કીટ સિસ્ટમ કાર્યરત થવાની છે. અને ફ્યુઅલમાં પણ ફિશરમેનને 70% સુધી કોસ્ટ સેવિંગ થશે તેઓ કંપનીએ દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

સાયન્સ સીટી ખાતે ગ્લોબલ ફિશરિંગ કોન્ફરન્સ

Advertisement

અમદાવાદ સાયન્સ સીટી ખાતે આંતરરાષ્ટ્રીય લેવલના ગ્લોબલ ફિશરિંગ કોન્ફરન્સ ચાલી રહી છે. તેમાં યોજાયેલ પ્રદર્શનમાં આ કીટ હાલ મૂકવામાં આવી છે. આ કીટ કેરાલા ની એ કંપની દ્વારા બનાવવામાં આવી છે તેણે ફ્યુઅલ સેવિંગ ની સાથે સાથે પોલ્યુશનને નાથવામાં પણ આ કીટ ઘણી ઉપયોગી બની રહેશે તેવું જણાવ્યું છે.

મરીન ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર કન્વર્ઝન કિટ્સ સિસ્ટમ

મરીન ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર કન્વર્ઝન કિટ્સ સિસ્ટમ આવી રહી છે. રોડ પર ચાલતા એલપીજી વાહનો કરતાં આ કીટ ઘણી વધારે હોર્સ પાવર ધરાવે છે. ફિશરમેન માટે 70% કોસ્ટ સેવિંગ પણ થશે. એક કલાક પેટ્રોલ કે ડીઝલમાં બોટ ચલાવવા માટે 800 રૂપિયા ખર્ચ થતો હોય છે જે એલપીજી કીટ માં કન્વર્ટ થઈ જવાથી 200 થી 225 રૂપિયામાં તેમનું કામ થશે.

ગવર્મેન્ટને કંપની દ્વારા પ્રપોઝલ આપવામાં આવ્યું 

એક સિલિન્ડરમાં છ થી સાત કલાક ફીસરીંગ થઈ શકશે ઇકો ફ્રેન્ડલી મશીન છે તેથી પોલ્યુશન અટકશે. કંપનીના મેનેજર ડાયરેક્ટર ડી સુરેશ કુમારે જણાવ્યું હતું કે ગવર્મેન્ટને કંપની દ્વારા પ્રપોઝલ આપવામાં આવ્યું છે કે ફિશરમેનને સબસીડી સાથે આ lpg કીટ મળી શકે. તે પ્રપોઝલ એપ્રુવલમાં છે જે એક બે મહિનામાં મળી જશે. ત્યારબાદ આ કીટ ફિશરમેન ને મળી રહેશે. કંપની દ્વારા એપ્રવલ બાદ જાન્યુઆરીમાં આ કીટ ઉપલબ્ધ કરાવાશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Gujarat : મેઘપર બોરીચીમાંથી અપહરણ કરી હત્યા કરનાર બે આરોપીને ઝડપી લેવાયા

Tags :
Advertisement

.

×