Ahmedabad : વિવાદીત હાટકેશ્વર બ્રિજ કેસમાં વળાંક, કંપની કોર્ટ પહોંચી
- હાટકેશ્વર બ્રિજ મામલે કંપની કોર્ટમાં પહોંચી
- ડીમોલીશન કાર્યને પાલિકાની મંજુરી મળ્યા બાદ કોર્ટમાં ઘા
- કંપનીએ બ્રિજ રિપેર કરવાની તૈયારી દર્શાવી
Ahmedabad : અમદાવાદ (Ahmedabad) ના વિવાદીત હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge Demolition Case - Ahmedabad) કેસમાં નવો વળાંક આવ્યો છે. આ બ્રિજ બનાવનાર કંપની અજય ઇન્ફ્રા કોર્ટ (Ajay Infra Appeal In Court) માં પહોંચી છે. કંપનીનું કહેવું છે કે, અમે કંપનીના ખર્ચે બ્રિજ રિપેર કરવા માટે તૈયાર છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation - AMC) બ્રિજ તોડીને પૈસાનો વ્યય શા માટે કરે છે. આ મામલે 30 ઓગસ્ટે વધુ સુનવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, જુલાઇ - 2025 માં હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge Demolition Case - Ahmedabad) ને તોડી પાડવાની કામગીરીને અમદાવાદ પાલિકાએ મંજુરી આપી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી ક્યારે શરૂ થશ તેના પર સૌની નજર હતી. આ દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે.
અમે કંપનીના ખર્ચે બ્રિજ રિપેર કરવામાટે તૈયાર
હાટકેશ્વપર બ્રિજમાં મોટી મોટી જોખમી તિરાડો અને ભંગાર ગુણવત્તા હોવાના કારણે તેને તોડી પાડવાનો નિર્ણય (Hatkeshwar Bridge Demolition Case - Ahmedabad) લેવામાં આવ્યો હતો. આ કામગીરીને અમદાવાદ પાલિકા દ્વારા મંજુરી પણ આપી દેવામાં આવી હતી. આ વચ્ચે કેસમાં નવો વળાંક આવ્યો છે. તાજેતરમાં બ્રિજ બનાવનાર કંપની અજય ઇન્ફ્રા કોર્ટમાં (Ajay Infra Appeal In Court - AEIPL) પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે, અમે કંપનીના ખર્ચે બ્રિજ રિપેર કરવા માટે તૈયાર છીએ. અમદાવાદ પાલિકા બ્રિજ તોડીને પૈસાનો વ્યય શા માટે કરે છે. વિવાદ થાય તો મધ્યસ્થીથી નિકાલ કરવાની જોગવાઇ પણ છે.
કોર્પોરેશનને પોતાની વાત મુકવા માટે સમય આપ્યો
કંપનીએ વધુમાં જણાવ્યું કે, અમે વર્ષ 1976 થી બ્રિજ બનાવવાના વ્યવસાયમાં છીએ. કોર્ટે કંપની તરફના પક્ષને જાણીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની વાત મુકવા માટે સમય આપ્યો છે. આ મામલે 30 ઓગસ્ટના રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવનાર છે. આ મામલે હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
ડીમોલીશન માટે રૂ. 3.9 કરોડનો ખર્ચ થવાનો અંદાજ
અત્રે નોંધનીય છે કે, જુલાઇ - 2025 માસમાં અમદાવાદ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા હાટકેશ્વર પુલને તોડી પાડવાની કામગીરીને મંજુરી આપી હતી. આ ડીમોલીશન માટે રૂ. 3.9 કરોડનો ખર્ચ થવાનો અંદાજ લગાડવામાં આવ્યો હતો. પાંચ વર્ષ પહેલા રૂ.34 કરોડના ખર્ચે બનેલા આ પુલની ડિઝાઈનમાં ખામીઓ હોવાનું જાણવા મળ્યું હતું, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પુલ થોડા સમય શરુ રાખ્યા બાદ, તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ પાલિકાના અત્યાર સુધીના સાશનના ઈતિહાસમાં આવા પ્રકારનું પ્રથમ ડીમોલીશન હશે, તેવી લોકચર્ચાઓ હતી.
આ પણ વાંચો ---- Vadodara : લાપતા ભાઇ-બહેનને શોધવા પોલીસે ચંબલ સુધીનો પ્રવાસ ખેડ્યો


