Ahmedabad : મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણી
- Ahmedabad નાં મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણી
- સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો
- દેશ માટે બલિદાન આપનારને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી
Ahmedabad : મણિનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર (Kumkum Temple) ખાતે 79માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી છે. આ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને (Lord Swaminarayan) ત્રિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દેશ માટે બલિદાન આપનારને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આજે ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે રાષ્ટ્રધ્વજ વંદન અવશ્ય કરવું જોઈએ. તેમ સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો- Jamnagar : પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, મંત્રી રાઘવજી પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Ahmedabad નાં કુમકુમ મંદિરમાં સ્વાતંત્ર દિનની ઉજવણી, ભગવાનને ખાસ શણગાર
અમદાવાદનાં મણિનગરમાં (Maninagar) આવેલા શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. આ દિવસે સ્વામિનારાયણ ભગવાનને ત્રિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. આ નિમિત્તે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, દેશ માટે બલિદાન આપનારને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આજે ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે રાષ્ટ્રધ્વજ વંદન અવશ્ય કરવું જોઈએ.
આ પણ વાંચો- Rajkot શહેર પોલીસે કરી 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 16 અધિકારી-કર્મીને સન્માનિત કરાયા
દેશ માટે બલિદાન આપનારને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવી : સાધુ પ્રેમવત્સલદાસજી
જણાવી દઈએ કે, સ્વાતંત્ર દિન પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને નખથી શિખા પર્યંત તિરંગાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને ભગવાનનું સિંહાસન પણ તિરંગા ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ (Sadhu Premvatsaldasji) જણાવ્યું હતું કે, ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક વીરપુરુષોએ શહીદી વોહરી છે એના કારણે આપણને આજે આઝાદી મળી છે. તો આપણી ફરજ બની જાય છે કે આજના દિવસે આપણે તેમને યાદ કરવા જોઈએ અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવી જોઈએ. આજના દિવસે ધ્વજવંદન અવશ્ય કરવું જોઈએ અને ભારતનો ત્રિરંગો અવશ્ય ફરકાવવો જોઈએ અને જ્યારે દેશ માટે બલિદાન આપવાનો પ્રસંગ આવે ત્યારે આપણે સૌ કોઈએ તન-મન-ધનથી દેશને સમર્પિત થવું જોઈએ.
આ પણ વાંચો- ગૃહમંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં બનશે દેશનું પહેલું સાયબર ક્રાઇમ યુનિટ


