ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Panchmahal: ગોધરા નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, 18 લોકો ઘાયલ

Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગઢ ચૂંદડી વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળ્યાં છે.
07:30 AM Mar 01, 2025 IST | VIMAL PRAJAPATI
Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગઢ ચૂંદડી વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળ્યાં છે.
Panchmahal
  1. અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગઢ ચૂંદડી વિસ્તારમાં એક મોટો અકસ્માત
  2. 17 મુસાફરો અને ડ્રાઈવર સહિત 18 લોકો ઘાયલ
  3. અચાનક સ્ટીયરિંગનો કાબૂ ગુમાવતાં બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ

Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગઢ ચૂંદડી વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ મળ્યાં છે. જેમાં ફતેપુરાથી સુરત તરફ જતી એસટી બસ અને હાઇવે ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતના કારણે એસટી બસના 17 મુસાફરો અને ડ્રાઈવર સહિત 18 લોકો ઘાયલ થયા. ઘટના ત્યારે બની જ્યારે એસટી બસના ચાલકે અચાનક સ્ટીયરિંગનો કાબૂ ગુમાવતાં બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો: Trump Vs Zelenskyy : ટ્રમ્પે ઝેલેન્સકીને ઝાંટકી નાખ્યા, કહ્યું- અમે છીએ એટલે તમે છો નહીં તો..!

ઇજાગ્રસ્તોને 108 એંજન્સી દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં

નોંધનીય છે કે, આ સમયે બસમાં વિવિધ મુસાફરો મધરાતે મીઠી નિંદર માણી રહ્યા હતા, અને આ અચાનક અકસ્માતના કારણે તેમાં ઘાયલ થયા. ઇજાગ્રસ્તોને 108 એંજન્સી દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતા બાદ બસના ચાલક સ્ટીયરિંગમાં ફસાઈ ગયો હતો. ગોધરા ફાયર વિભાગ અને સ્થાનિકોએ ભારે પ્રયત્નો કરીને ચાલકને બહાર કાઢી. ઘટના અંગે જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસ, એસટી વિભાગના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચો: લીંબડીમાં ડીઝલના કેરબા ઉતારતી વખતે દુર્ઘટના, મકાનમાં આગ લાગતા 5 લોકો જીવતા ભૂંજાયા

ઘાયલોને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા

ઘાયલ થયેલ બસના ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો. આ દુર્ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, જેની અસરથી સૌએ રાહતનો શ્વાસ લીધો. અકસ્માત પછી એસટી બસને માર્ગ પરથી ખસેડી, ટ્રાફિકને પુનઃપ્રારંભ કરવામાં આવ્યો. આ ઘટના દેખાવે છે કે આવા અકસ્માતોની સમસ્યાઓને દૂર કરવા માટે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવા જરૂરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Accidentaccident between ST bus and dumperaccident newsAhmedabad Indore highwayGodhraGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati News
Next Article