Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Khyati Hospital Scam : ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી

PMJAY કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી સામે આવી
ahmedabad khyati hospital scam   ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી
Advertisement
  • PMJAY યોજના કાર્ડ બનાવનું કૌભાડ સામે આવ્યું હતું
  • મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી સામે આવી
  • અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે

Ahmedabad Khyati Hospital Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. PMJAY યોજના કાર્ડ બનાવનું કૌભાડ સામે આવ્યું હતું. જેમાં PMJAY કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી સામે આવી હતી. તેમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

PM-JAY ગાંધીનગરથી SOP તથા દસ્તાવેજો રજૂ કરાયા

ઉલ્લેખનીય છે કે અગાઉ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરાઇ હતી, જેમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા અને દસ્તાવેજો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જ્યારે કાર્તિક પટેલ સામેની તપાસ હજુ ચાલુ છે અને તેને માટે પુર્ણ ચાર્જશીટ પાછળથી રજૂ કરાશે. ગુના સાથે સંકળાયેલી તપાસમાં 105 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. BNS 183 મુજબ, કુલ 7 સાહેદોના નિવેદનો લેવામાં આવ્યા છે, જે ગુનામાં મહત્વપૂર્ણ સાક્ષી તરીકે જવાબદારી ધરાવે છે. તપાસ દરમ્યાન 19 ઇલેકટ્રોનિક્સ પુરાવા અને 36 ફાઈલ કબ્જે કરવામાં આવ્યાં, જે ગુનાની ગહનતા અને વ્યાપકતા દર્શાવે છે. તેમજ, 11 રજીસ્ટર પણ કબ્જે કરવામાં આવ્યાં છે.

Advertisement

સરકારની તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, PM-JAY અને બજાજ એલિયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના SOP તથા દસ્તાવેજો તેમજ સરકારની તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં, હોસ્પિટલના ઓડિટ રીપોર્ટ સાથે ROCમાંથી પ્રાપ્ત માહિતી પણ તપાસમાં ઉમેરવામાં આવી છે. કુલ 34 બેન્કના ખાતાની માહિતી મેળવી તપાસને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ સાથે સાથે મિલ્કત સબંધિત નોંધણી નિરીક્ષકની કચેરીમાંથી પણ માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, દર્દીઓના 37 હિસ્ટ્રી ફોર્મ પણ કબ્જે કરવામાં આવ્યા છે, જે દાવાઓને સાબિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે.

Advertisement

શું છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ ?

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કડીમાં મેડિકલ કેમ્પ યોજી PMJAY હેઠળ જરૂરિયાત ન હોવા છતાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ હતી. ત્યાર બાદ હૃદયમાં સ્ટેન્ટ મૂકાયા હતા. 19 પૈકી 2 દર્દીનાં મોત થતાં હોબાળો થયો હતો. ત્યાર બાદ ખ્યાતિ હોસ્પિટલનાં સમગ્ર કૌભાંડનો (Khyati Hospital Scam) પર્દાફાશ થયો હતો. આમ, અયોગ્ય રીતે PMJAY લાભ લેનારી હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Rajasthan Sikar Khatu Shyam Mandir પહોંચેલા ભક્તોએ 'પ્રાઇવેટ ગાર્ડ'નો પર્દાફાશ કર્યો જુઓ Video

Tags :
Advertisement

.

×