Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડી ગુજરાત પોલીસ સામે ફેલ!

AHMEDABAD : ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે કે સોફ્ટ ટાર્ગેટ હોય તે પ્રમાણે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ડ્રગ્સ કાર્ટલ ચલાવતા માફીઆઓ ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે. AHMEDABAD ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગ સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા...
ahmedabad   ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડી ગુજરાત પોલીસ સામે ફેલ
Advertisement

AHMEDABAD : ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે કે સોફ્ટ ટાર્ગેટ હોય તે પ્રમાણે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ડ્રગ્સ કાર્ટલ ચલાવતા માફીઆઓ ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે. AHMEDABAD ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગ સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

ગુજરાત પોલીસ એક્શન મોડમાં

ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ધીરે ધીરે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાત પોલીસની ટીમો એક બાદ એક દરિયાઈ માર્ગેથી, જમીની માર્ગેથી હોય કે પછી એર પાર્સલમાં આવતા ડ્રગ્સ કનસાઈનમેન્ટ એક બાદ એક પકડી રહી છે. તેમ છતાં ડ્રગ્સ માફીયાઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી અપનાવીને ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરાવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી એર પાર્સલમાંથી ડ્રગનો મોટો જથ્થો સાયબર ક્રાઇમ એ પકડી પાડ્યો હતો. ત્યારે ફરી એક વખત નવી મોડે ઓપરેન્ડીથી અમદાવાદમાં ડ્રગ્સ આવી રહ્યું હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે એચ સિંધવ અને તેની ટીમને મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગ સંયુક્ત ઓપરેશન કરી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

Advertisement

પકડાયેલા હાઇબ્રીડ ગાંજાની એક ગ્રામ ની કિંમત 3000-3500 રૂપિયાની

ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓ કેનેડા , અમેરિકા, થાઈલેન્ડ સહિતના દેશોમાંથી પાર્સલ મંગાવતા અને તેમાં ચીજવાસ્તુની આડમાં ગેરકાયદેસર વેપાર કરતા.હાલના પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લંચ બોક્સ , ચોકલેટસ, લેડીશ ડ્રેસ, વિટામિન કેન્ડી, ટેડીબીયરની આડમાં છુપાવીને લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. નશાનો કારોબાર ચલાવતા શખ્સોએ અમદાવાદ એરપોર્ટ પર 14 જેટલા પાર્સલો મોકલેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસની વાત માનીએ તો પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં 1.25 કરોડની કિંમતનો હોવાનું મનાઇ રહ્યું છે.

Advertisement

હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે માનવામાં આવી રહ્યું છે કે, પકડાયેલા હાઇબ્રીડ ગાંજાની એક ગ્રામ ની કિંમત 3000-3500 રૂપિયાની છે. મહત્વની વાત એ પણ સામે આવી છે કે, પકડાયેલા 14 પાર્સલો અલગ અલગ દેશોમાંથી મોકલવામાં આવેલા જેમાં મોકલનારના ખોટા નામ અને સરનામાં લખેલા હતા.જ્યારે અમદાવાદમાં આવ્યા બાદ આ પાર્સલો જેને મોકલવા રીસીવરના એડ્રેસ અને મોબાઈલ નંબરો લખેલા પાર્સલ પર મળ્યા હતા તે પણ વર્ચ્યુઅલ નંબર હતા જેથી તેમનો કોઈ સંપર્ક ના થઇ શકે.

અગાઉ પણ AHMEDABAD સાઈબર ક્રાઇમે વિદેશથી ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, એરપોર્ટ પાર્સલ ઓફિસથી મળી આવેલા આ 14 પાર્સલો અલગ અલગ સરનામાના હતા. પોલીસને હાથે લાગેલા પાર્સલ પૈકી સૌથી વધુ અમેરિકાના 11 પાર્સલ, કેનેડા 2 પાર્સલ અને થાઈલેન્ડનું 1 પાર્સલ હતું. જેમાં અમદાવાદ, સુરત,તાપી,પાલનપુરમાં મોકલવાના હતા. પણ આ તમામ સરનામા અને ખોટા મોબાઈલ નંબર લખેલા હતા, જેથી પોલીસ આરોપી સુધી પોહચી ના શકે. અગાઉ પણ અમદાવાદ સાઈબર ક્રાઇમે ડાર્કવેબના માધ્યમથી ઓનલાઈન વિદેશથી ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સ કાર્ટલ ચલાવતા આરોપીઓ સિફત પૂર્વક આ પાર્સલો સ્કેનરમાં સ્કેન ના થાય તે રીતે મોકલતા હતા. ત્યારે સવાલ એ થાય છે કે આવા કેટલા પાર્સલ ગુજરાતમાં અગાઉ આવી ચુક્યા હશે ?

અહેવાલ : પ્રદીપ કચિયા 

આ પણ વાંચો : RAJKOT : TPO સાગઠીયાનું વધુ એક કારસ્તાન આવ્યું સામે, ભ્રષ્ટાચારના પૈસાથી બનાવ્યો 5 માળનો બંગલો

Tags :
Advertisement

.

×