ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ : લવ જેહાદનો મામલો, ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

અમદાવાદનાં ગોમતીપુર પોલીસ મથકે નોંધાયેલી લવ જેહાદ અંગેની ફરિયાદમાં પોલીસે ગુનામાં સામેલ મુખ્ય આરોપીની અટકાયત બાદ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્ક...
11:09 PM Jun 29, 2023 IST | Dhruv Parmar
અમદાવાદનાં ગોમતીપુર પોલીસ મથકે નોંધાયેલી લવ જેહાદ અંગેની ફરિયાદમાં પોલીસે ગુનામાં સામેલ મુખ્ય આરોપીની અટકાયત બાદ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્ક...

અમદાવાદનાં ગોમતીપુર પોલીસ મથકે નોંધાયેલી લવ જેહાદ અંગેની ફરિયાદમાં પોલીસે ગુનામાં સામેલ મુખ્ય આરોપીની અટકાયત બાદ ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તેની તપાસ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટની સાથો સાથ તેણે મુંબઈમાં જે જગ્યાએ ધર્મ પરિવર્તન અને લગ્ન માટેના એફિડેવીટ કરાવ્યા તે તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે જ તે કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલો છે કે તેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારી તેનો બિભત્સ વિડીયો બનાવી તેને મુંબઈ લઈ જઈને મરાઠીમાં લગ્ન અને ધર્મ પરિવર્તન અંગેનો એફિડેવીટ કરાવી યુવતીની જાણ બહાર તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે તેવું એફિડેવીટ કરાવ્યું હતું અને બાદમાં યુવતી સાથે લગ્ન કરી લીધા છે તેવુ જણાવી શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી કરીને ઉત્તરપ્રદેશમાં પોતાના વતનમાં લઈ જઈ ઘરમાં તરછોડી યુવક અમદાવાદ અને મુંબઈ રોકાતો હતો. જે બાદ આરોપીની માતા અને પિતા દ્વારા તેની સાથે કામવાળી જેવો વ્યવહાર અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અંગે દબાણ કરતા હતા તેમજ દિયર તેની આબરુ લેવા માટે છેડતી કરતો હતો.

યુવતીને કોઈની સાથે વાતચીત કે ટેલિફોનિક વાતચીત પણ કરવા ન દેતા તેમજ 7 વર્ષ સુધી ઘરમાં જ ગોંધી રાખતા અંગે યુવતીએ હિંમત કરી આંખોમાં દેખાતુ નહોવાથી ચશ્મા બનાવવાનું બહાનું કરી ઘરમાંથી ભાગી અમદાવાદ આવી ગઈ હતી અને પરિવારને પોતાની આપવિતી જણાવતા આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ઈકબાલ અંસારી તેના માતા પિતા અને ભાઈ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે મુખ્ય આરોપી ઈકલાબ અંસારી હોય તેને ઝડપી પોલીસે રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : પ્રદીપ કચીયા, અમદાવાદ

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘતાંડવ!, આ જિલ્લામાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, વાહનો ડૂબ્યા

Tags :
accusedAhmedabadCrimeGomtipurGomtipur PoliceGujaratlove jihad
Next Article