Ahmedabad: મેટ્રોપોલિટીન કોર્ટે IT એક્ટની કલમ હેઠળ પ્રથમવાર સજાનો કર્યો હુકમ, જાણો શું છે સમગ્ર મામલો
- IT એક્ટની કલમ હેઠળ પ્રથમવાર સજાનો હુકમ
- અમદાવાદ મેટ્રોપોલિટીન કોર્ટે કર્યો સજાનો હુકમ
- ફેક પ્રોફાઇલથી યુવતીને પજવનારને 3 વર્ષની સજા
- આરોપીનું કૃત્ય હળવાશથી ન લઈ શકાય:કોર્ટ
અવાર નવાર કેટલાક યુવકો દ્વારા ફેક પ્રોફાઈલ બનાવી યુવતીઓને સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલી તેમને મેસેજ કરી યુવતીને વિશ્વાસમાં લીધા બાદ તેને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. અમુક યુવતીઓ તેમજ મહિલાઓ સમાજમાં બદનામીનાં ડરથી આવા યુવકો સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. ત્યારે અમદાવાદ મેટ્રોપોલિટીન કોર્ટે (Ahmedabad Metropolitan Court) સમાજમાં દાખલો બેસે તેમજ આવા યુવકોની શાન પણ ઠેકાણે આવે તે માટે કોર્ટ દ્વારા આરોપીને IT એક્ટની કલમ હેઠળ પ્રથમવાર સજાનો હુકમ કર્યો હતો.
કોર્ટે IT એક્ટની કલમમાં પ્રથમવાર સજાનો હુકમ કર્યો
મળતી માહિતી મુજબ અમદાવાદ મેટ્રોપોલિટીન કોર્ટ (Ahmedabad Metropolitan Court) માં IT એક્ટની કલમ હેઠળ કોર્ટે આરોપીને કડક સજાનો હુકમ કર્યો છે. કોર્ટે IT એક્ટની કલમમાં પ્રથમવાર સજાનો હુકમ કર્યો છે. આરોપી દ્વારા ફેક પ્રોફાઈલ બનાવી સગીર યુવતીને જુદા જુદા નંબર પરથી ફોન કોલ તેમજ મેસેજ દ્વારા અઘટિત માંગણીઓ આરોપી દ્વારા કરવામાં આવતી હોવાની યુવતી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
આ પણ વાંચોઃ Narmada: કુંવરજી હળપતિનાં આક્ષેપો બાદ ચૈતર વસાવાએ કહ્યું પુરાવા હોય તો કાર્યવાહી કરે
કોર્ટ દ્વારા શું અવલોકન કર્યુ
અમદાવાદ મેટ્રોપોલિટીન કોર્ટ (Ahmedabad Metropolitan Court) દ્વારા આઈટ એક્ટ મુજબ પ્રથમવાર સજાનો હુકમ કર્યો છે. મેટ્રો પોલીટીન કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, આરોપીએ ગુનો કર્યો છે. આરોપીનું કૃત્ય હળવાશથી ન લઈ શકાય. તેમજ સમાજમાં દાખલો બેસે તે જરૂરી હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. તેમજ કોર્ટે આરોપીના તમામ પુરાવા ધ્યાને લઈને કોર્ટે આરોપીને કડક સજા ફટકારી હતી.
આ પણ વાંચોઃ VADODARA : પતિ હોવા છતાં મહિલાએ પોતાને વિધવા ગણાવી મોટી ઠગાઇ કરી


