Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક 300 નવી બસોનું લોકાર્પણ કર્યું

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એસ.ટી બસનો લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં...
ahmedabad   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક 300 નવી બસોનું લોકાર્પણ કર્યું
Advertisement

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ હવે ફૂંકાઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એસ.ટી બસનો લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 300 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એસ. ટી વિભાગને 301 બસોની ભેટ આપી છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. આ બસોમાં સુપર એક્સપ્રેસ, સેમી લગઝરી ગુર્જર નગરી, સેમી સ્લીપરનો સમાવેશ થાય છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં ગુજરાત એસ. ટીની કામગીરીના વખાણ કર્યા હતા.

Advertisement

Advertisement

વધુમાં આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ ખાતેથી 300 અત્યાધુનિક સુવિધાવાળી બસો ગુજરાતની જનતાની સેવ માટે મૂકવામાં આવી છે. આ બસો કચ્છથી લઈને અંબાજી સુધી, ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ સુધી ગુજરાતને જોડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની સરકારે નવો ઇતિહાસ રચ્યો છે. આ ઇતિહાસ સર્જવા પાછળ ગુજરાત એસ. ટી ના કર્મચારી, ગુજરાત એસ. ટી નો પરિવારએ સાથે મળીને કામ કરીને ગુજરાત એસ. ટી માં એક મોટો સુવિધાનો ઉમેરો કર્યો છે.

આગળ તેમણે ગુજરાત એસ. ટીની કામગીરી વિશે વાત કરતા કહ્યું હતું કે, છેલ્લા 15 મહિનામાં ગુજરાત એસ. ટીના કર્મચારીઓએ વર્ક શોપમાં તનતોડ મહેનત કરીને ગુજરાતના નાગરિકોની સેવામાં 1700 થી વધુ બસો ઉપલબ્ધ કરાવી છે. પહેલા જે રોજિંદા 25 લાખ જેટલા યાત્રાળૂઓ લોકલ સરકારી વાહન વ્યહવારનો ઉપયોગ કરતાં હતા તે આંકડો હવે 27 લાખ સુધી પહોંચ્યો છે.ગુજરાત સરકારે સંકલ્પ લીધો છે કે વધુમાં વધુ નાગરિકો સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે.

આ પણ વાંચો : ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સહિત અન્ય 13 આરોપીઓને નિર્દોષ ઠેરવતી ખંભાત કોર્ટ

Tags :
Advertisement

.

×