Ahmedabad News : કણભામાં થયલા મહિલા હત્યા કેસમાં પોલીસને મળી સફળતા, આરોપીને દબોચ્યો
અમદાવાદ ગ્રામ્યમાં આવેલા કણભા વિસ્તારમાં ગત 17 સપ્ટેમ્બરના રોજ મહિલાની હત્યા કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહિલાએ સંબંધ રાખવા માટે ના પાડી દેતાં આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ ચેતન ઝાલા છે. આરોપી પોતાની પ્રેમિકાની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે બાતમી ના આધારે આરોપી ની ધરપકડ કરી લેવામાં આવી છે..આરોપીએ ગત 17 સપ્ટેમ્બર ના રોજ મરનાર હંસા બેન ને 3 વાગે સવારે મળવા માટે બોલાવ્યું અને ત્યાર બાદ હત્યા કરી ફરાર થઈ ગયો હતો..
ઘટના ની વાત કરીએ તો આરોપી અને મરનાર વચ્ચે છેલ્લા 6 મહિના થી પ્રેમ સંબંધ હતો..6 મહિના પેહલા આરોપી હંસા બેન ના ઘરે ફેબ્રીકેશન નું કામ કરવા માટે ગયેલ અને ત્યારે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ થયેલ.મરનાર વિધવા હોવા થી આરોપી ફાયદો ઉપાડી રહ્યો હતો પરંતુ મરનાર ના પુત્ર નું સગાઈ ની વાત શરૂ થતાં તેને પોતાના પ્રેમ સંબંધ પૂરું કરવા માટે આરોપીને કહ્યું અને થોડા દિવસો થી મળવાનું બંધ કરી દીધેલ જે વાત નો ગુસ્સો રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે..
નોંધનીય છે કે પોલીસે ઘટના ની ગંભીરતા લઈ ને અલગ અલગ ipc હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..અને આ ગુના માં અન્ય કોઈ કારણ અથવા કોઈ બીજા સામેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : બોલ માડી અંબે..! 36 વર્ષની પરંપરા મુજબ શ્રી સિદ્ધી ગૃપ પરિવાર સંઘનું મા અંબાના ધામમાં જવા માટે પ્રયાણ


