ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : ગોઝારી વિમાન દુર્ઘટનાએ વીસનગરના 5 નાગરિકોનો ભોગ લીધો, સમગ્ર પંથક શોકગ્રસ્ત

12 મી જૂને ગોઝારા ગુરુવારે અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન અકસ્માતે વીસનગરના 5 નાગરિકોનો ભોગ લીધો હતો. એકસાથે 5 નાગરિકોના કરુણ મૃત્યુ નીપજતા સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો છે. વાંચો વિગતવાર.
08:41 PM Jun 13, 2025 IST | Hardik Prajapati
12 મી જૂને ગોઝારા ગુરુવારે અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન અકસ્માતે વીસનગરના 5 નાગરિકોનો ભોગ લીધો હતો. એકસાથે 5 નાગરિકોના કરુણ મૃત્યુ નીપજતા સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો છે. વાંચો વિગતવાર.
MP Mitesh Patel Gujarat First-+

Ahmedabad Plane Crash : ગતરોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ A-171 ટેકઓફ થયા બાદ ગણતરીની સેકન્ડોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 241 મુસાફરો સહિત 265 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ મૃતકોમાં Visnagar ના જ કુલ 5 લોકોના અકાળે મૃત્યુ થતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. આ 5 મૃતકોમાં 2 દંપતી અને 1 યુવતી એમ 5 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.

2 દંપતીના કરુણ મૃત્યુ

વીસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા દંપતી દશરથભાઈ (Dashrathbhai) અને તેમના પત્ની ડાહીગૌરીબેન (Dahigauriben) અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ સમાચાર મળતા જ ફતેહ દરવાજા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ વીસનગરના જ પોયડાના માઢમાં રહેતા અન્ય એક દંપતીના મૃત્યુના સમાચાર આવ્યા હતા. જેમાં પોયડાના માઢમાં રહેતા દિનેશ પટેલ (Dinesh Patel) અને ક્રિષ્ણા પટેલ (Krishna Patel) નું કરુણ મૃત્યુ થયું હોવાની માહિતી મળી હતી. આ 2 દંપતીના એટલે કે કુલ 4 લોકોના મૃત્યુથી વીસનગરમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જો કે આ 4 જણાંના મૃત્યુના સમાચાર બાદ વધુ એક વીસનગરવાસીના મૃત્યુના સમાચાર મળતા જ પંથક ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : માધાપરના બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા હિરાણી રમેશ હિરજીનું કરુણ મૃત્યુ નીપજ્યું

ગંજી વિસ્તારના અંકિતાબેનનું મૃત્યુ

અમદાવાદમાં ગુરુવારે થયેલ વિમાન દુર્ઘટનામાં વીસનગરના 2 દંપતી એટલે કે 4 લોકો અને 5મા અંકિતાબેન (Ankitaben) નામક યુવતીનું મૃત્યુ થયું હતું. આમ, વીસનગરમાં કુલ 5 લોકોના અકાળે અવસાનથી શોકની કાલીમા છવાઈ ગઈ છે. વીસનગરના 5મા મૃતક એવા અંકિતાબેન ગંજી વિસ્તારના રહેવાસી હતા. અંકિતાબેનના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. તેઓ પતિને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. અહીં પતિને મળવાના કોડ અધૂરા રાખીને કુદરતે અંકિતાબેનનો ભેટો મૃત્યુ સાથે કરાવી દીધો હતો. અંકિતાબેનના ભત્રીજી ક્રિમી પટેલે જણાવ્યું હતું કે, અંકિતાબેન સાથે છેક છેલ્લે સુધી અમારી ફોન પર વાતચીત થઈ હતી.

વીસનગરમાં એક સાથે 5ના મોતથી પંથક શોકગ્રસ્ત

અમદાવાદમાં 12મી જૂને ગુરુવારે એરઈન્ડિયાની A-171 ફ્લાઈટમાં સવાર 242માંથી 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. આ સિવાય દુર્ઘટના સ્થળે અન્ય લોકોના મૃત્યુ થવાથી મૃતાંક 265 જેટલો થઈ ગયો હતો. આ મૃતકોમાં વીસનગરના જ 5 મુસાફરોનો સમાવેશ થતાં સમગ્ર પંથક શોકગ્રસ્ત બની ગયો છે. Gujarat First ની ટીમે વીસનગર પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : સુરતના 2 આશાસ્પદ યુવકો જયેશ અને અંકિત ચોડવાડિયાના કરુણ મૃત્યુ નીપજ્યા

Tags :
Ahmedabad plane crash 2025Air India A-171 crashAnkitabenFateh Darwazaflight accident June 12Ganji areaGujarat FirstGUJARAT FIRST NEWSPoyda na MadhVisnagar citizens
Next Article