ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : આવતીકાલે એક દિવસીય રાજકીય શોક, રાજકોટમાં આ માર્ગ રહેશે બંધ, વાંચો વિગત

અંતિમ યાત્રાનાં રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમ જ 'નો પાર્કિંગ' ઝોન રહેશે.
07:49 PM Jun 15, 2025 IST | Vipul Sen
અંતિમ યાત્રાનાં રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમ જ 'નો પાર્કિંગ' ઝોન રહેશે.
Rupani_Gujarat_first
  1. આવતીકાલે સમગ્ર રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર (Ahmedabad Plane Crash)
  2. રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે, રાજકોટ પોલીસનું જાહેરનામું
  3. સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાને લઈ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
  4. રાજકોટમાં અંતિમ યાત્રાનાં રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી, નો પાર્કિંગ ઝોન જાહેર
  5. વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું નિવેદન

Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ સીએમ અને લોકપ્રિય ભાજપ નેતા વિજયભાઈ રૂપાણીનું (Vijaybhai Rupani) પણ દુ:ખદ અવસાન થયું છે. આજે DNA મળી આવતા સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે પરિવારજનોને સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે. જ્યારે, આવતીકાલે રાજકોટમાં તેમની અંતિમ દર્શન, અંતિમ યાત્રા બાદ અંતિમ સંસ્કારની વિધિ યોજાશે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં રાજકીય શોક પણ જાહેર કરાયો છે. રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

આવતીકાલે એક દિવસનો રાજકીય શોક

રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આક્સમિક મોત બાદ સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. વિજયભાઈ રૂપાણીના નિધન પર એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં આવતીકાલે એટલે કે16 જૂનનાં દિવસે એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો છે. આથી, રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.

અંતિમ યાત્રાને લઈ રાજકોટ પોલીસનું જાહેરનામું

ગુજરાતનાં પૂર્વ સીએમ સ્વ. વિજયભાઈ રૂપાણીની (Vijaybhai Rupani) અંતિમ વિધિને લઈ રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, અંતિમ યાત્રાનાં રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમ જ 'નો પાર્કિંગ' ઝોન રહેશે. ગ્રીનલેન્ડ ચોકડીથી (Greenland Chowkdi) વિજયભાઈ રૂપાણીનાં ઘર સુધીનાં રૂટ માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદથી (Ahmedabad) હવાઈ માર્ગ મારફતે પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે. અમદાવાદથી ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પાર્થિવદેહ લાવવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર

સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્રનું નિવેદન

આજે ગાંધીનગર ખાતે પરિવારજનો દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ (Rishabh Rupani) કહ્યું કે, આ દુઃખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બધા જ લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરું છું. સમગ્ર રૂપાણી પરિવાર તરફથી બધાનો આભાર માનીએ છીએ.

આવતીકાલે રાજકોટનાં આ રસ્તાઓ બંધ રહેશે.

> નિર્મલા રોડથી કોટેચા ચોક
> કોટેચા ચોકથી કાલાવડ રોડ અંડરબ્રિજ
> કાલાવડ રોડથી એસ્ટ્રોન ચોક
> એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિક રોડ
> યાજ્ઞિક રોડથી ડી.એચ કોલેજ રોડ
> ડી.એચ કૉલેજથી માલવીયા ચોક
> માલવીયા ચોકથી કોર્પોરેશન ચોક
> કોર્પોરેશન ચોકથી સાંગણવા ચોક
> સાંગણવા ચોકથી વિજય રૂપાણીની ઓફિસ ગરેડિયા કૂવા પાસે
> વિજય રૂપાણીની ઓફિસથી રાજેશ્રી સિનેમા
> રાજેશ્રી સિનેમાથી રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : દુર્ઘટનાના 70 કલાક બાદ વિજયભાઈ રુપાણીનું DNA મેચ થયું , હર્ષભાઈ સંઘવીએ કરી જાહેરાત

આવતીકાલે વિજય રૂપાણીનાં અંતિમ દર્શન, અંતિમ યાત્રા અને અંતિમ વિધિ યોજાશે.

> આવતીકાલે સવારે 11 કલાકે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પરિવારજનો સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
> 11.30 કલાકે પરિવારજનોને સ્વ. વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ સોંપવામાં આવશે.
> 11.30 થી 12.30 વાગ્યા દરમિયાન સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
> બપોરે 12.30 થી 2.00 કલાક દરમિયાન અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે.
> 12.00 થી 2.30 કલાક દરમિયાન રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે.
> 2.30 થી 4.00 કલાકે ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને જવા રવાના થશે. દરમિયાન, ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી સામેનાં રોડથી બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ, પૂજીત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ, ઝેન > ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, નિર્મલા કોન્વેન્ટ રોડ, પ્રકાશ સોસાયટી થઈને નિવાસ સ્થાન :- પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, ખાતે પહોંચશે.
> 4.00 થી 5.00 નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન, 5 વાગ્ય બાદ અંતિમયાત્રા યોજાશે.
> 5 થી 6 વાગ્યા વચ્ચે અંતિમયાત્રા નીકળશે, સાંજે 6 વાગ્યે પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે.
> 17 જૂન, 2025 નાં રોજ રેસકોર્સ મેદાને પ્રાર્થના સભા યોજાશે, 19 જૂને ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાશે
> 26 જૂનનાં રોજ ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : આવતીકાલે રાજકોટ ખાતે સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા

Tags :
AhmedabadAhmedabad Airport EmergencyAhmedabad Civil HospitalAhmedabad Plane crashAir-IndiaBJ Medical CollegeGreenland ChowkdiGUJARAT FIRST NEWSPlane Crashrajkot policeTop Gujarati NewsVijay Rupani funeralVijaybhai Rupani
Next Article