Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત, પોલીસ પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ

અમદાવાદમાં ફરી એક વખત વાહન ચાલક દ્વારા બેફામ વાહન હંકારી વાહનને અડફેટે લીધા હતા. તેમજ પોલીસ કર્મી દ્વારા વાહન રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
ahmedabad   અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત  પોલીસ પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ
Advertisement
  • અમદાવાદમાં બેફામ કાર ચાલકે વાહનોને અડફેટે લીધા
  • સિગ્નલ તોડવા બાબતે પોલીસ સાથે કરી તકરાર
  • થાર કાર ચાલક દ્વારા પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો

વડોદરામાં હોળીનાં દિવસે રાત્રીનાં સુમારે કાર ચાલક દ્વારા પુર ઝડપે કાર હંકારી માર્ગ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતુ. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આજે અમદાવાદમાં દિલ્લી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં કાર ચાલક દ્વારા પુર ઝડેપ કાર હંકારી વાહન ચાલકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. તો કેટલાક વાહન ચાલકોને અડફેટે તેઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. પોલીસે આ સમગ્ર મામલે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

વધુ વાંચોઃ Ahmedabad : પાલડીના ફ્લેટમાંથી ખનાજો મળ્યો અને તપાસનો રેલો મુંબઇ પહોંચ્યો

થાર કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા

અમદાવાદમાં બેફામ કાર ચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી વાહનોને અડફેટે લીધા હતા. પોલીસ દ્વારા કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ વાહનોને અડફેટે લીધા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ હયો હતો. પોલીસે થાર કાર ચાલક GJ 27 DM 9988 લાલરંગરની થાર કારનાં ચાલકની શોધખોળ હાથ ધરી છે. ત્યારે થાર કાર ચાલક દ્વારા વીજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા હતા.

Advertisement

ahmedabad accident gujarat first

પોલીસે થાર કારનાં ચાલકની શોધખોળ હાથ ધરી

લાલ દરવાજા અને દિલ્લી દરવાજા વિસ્તાર તેમજ વીજળી ઘર વિસ્તારમાં થાર કાર ચાલક દ્વારા સિગ્નલ તોડી પોલીસ સાથે તકરાર કરી હતી. તેમજ પોલીસ કર્મચારી દ્વારા રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કારની સ્પીડથી ગભરાઈને આસપાસનાં લોકોમાં પણ થોડા સમયમ માટે નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતે અમદાવાદ પોલીસ દ્વારા લોકોનાં જીવ જોખમમાં મૂકાય તે રીતે ગાડી હંકારનાર થાર કારનાં ચાલકની સીસીટીવીનાં આધારે શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચોઃ સુનિતા વિલિયમ્સના ભાઈ દિનેશ રાવલ Gujarat First સાથે ખાસ વાતચીત કરતા થયા ભાવુક, જાણો શું કહ્યું

Tags :
Advertisement

.

×