રિવરફ્રન્ટનો ફેજ 2 હશે Unique, બેરેજ કમ બ્રિજ હશે મુખ્ય આકર્ષણ
અહેવાલ - રીમા દોશી, અમદાવાદ
રિવરફ્રન્ટ પ્રોજેકટ લોકો માટે એવા આશ્રયથી ઉભો કરાયો હતો કે લોકો પોતાના સ્વજનો સાથે સમય પસાર કરી શકે સાથે જ તેમની સુખાકારીમાં વૃદ્ધિ થાય. રિવરફ્રન્ટ ફેઇઝ 1 બાદ ફેજ 2 પણ આવનારા સમયમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
રૂ. 850 કરોડના પ્રોજેક્ટ
ફેજ 2માં નદીની બન્ને બાજુ ડફનાળાથી ઈન્દિરાબ્રીજ સુધીના એવરેજ 5.50 કિ.મી.ની નદીની લંબાઇ છે જે બંને બન્ને બાજુ થઈ કુલ 11 કિ.મી. થાય છે. અંદાજીત 850 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. જેમાં સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટની ડિઝાઇન કરી મહત્તમ વૃક્ષો ઉગાડી એક્ટીવ તથા ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના માટે ત્રણ પ્રોમીનાડ બનાવવામાં આવ્યા છે.
ત્રણ પ્રોમિનાડ બનશે
લોઅર પ્રોમીનાડ જેમાં નીચે લોકો બેસી શકશે અને સાથે જ નદીની મજા પણ માણી શકશે. લોઅર પ્રોમીનાદની ઉપર મિડલ પ્રોમીનાડ છે ખાસ ચાલકો માટે બનવવામાં આવ્યો છે કારણકે મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ પર લોકો વોક કરવા આવતા હોય છે. જેની ઉપર આવશે અપર પ્રોમીનાડ જ્યાં સીધો રસ્તો આવશે . ફેજ 1 માં હાલ જે રસ્તો દૂર થી પસાર થાય છે તે હવે અપર પ્રીમિનાડની નજીકથી થશે જેથી પસાર થનાર વાહનચાલકો અપર પ્રોમીનાડ પરથી જ નદી જોઈ શકશે.
બેરેજ કમ બ્રીજનું નિર્માણ
રિવરફ્રન્ટ ફેજ 2 પ્રોજેકટ હેઠળ બેરેજ કમ બ્રીજનું નિર્માણ થવાનું છે. જેનાથી ફેઇઝ-2 વિસ્તારમાં નદીમાં પાણીનું લેવલ જળવાઇ રહેશે જેથી આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમ્યાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે. બેરેજ ઉપર બ્રીજનું નિર્માણ કરવાથી આ ભાગના નદી તરફના બંને વિસ્તારને જોડીને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનશે.
કનેક્ટિવિટિ સુદ્રઢ બનશે
બેરેજ કમ બ્રીજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવિટી મળશે. જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે તો આવનાર સમયમાં જો પુર આવે તો બ્રિજને નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખીને ડિઝાઇન બનાવવામાં આવી રહી છે.
આંબેડકર બ્રીજથી ઇન્દિરાબ્રીજ સુધી સાબરમતી નદીને સમાંતર રિવરફ્રન્ટ બનશે. જેનાથી પસાર થતા લોકોને નદી કિનારે ડ્રાઈવ કરતા આલ્હાદક નજારો વિના અવરોધ માણી શકાશે. આ ઉપરાંત આ રોડ થવાથી મણિનગર, નારોલથી ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા રિંગ રોડ જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ થવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે અને પ્રદુષણના પ્રશ્રો ઘટશે.
જાહેર જનતા માટે સવલત ઉભી થશે
અંદાજે 119 હેક્ટર જેમાં પૂર્વમાં 50 હેક્ટર તથા પશ્ચિમ કાંઠે 69 હેક્ટર જમીનમાં ગ્રીન પ્રોમીનાડ, પાર્કસ, કોમર્શિયલ અને રેસીડેન્શિઅલ ડેવલપમેન્ટ તદ્ઉપરાંત વિશ્વ કક્ષાનું નિર્માણ થનાર સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેની હોસ્પીટાલિટી ફેસિલિટીઝને પણ વિકસાવવામાં આવશે તથા આ એન્કલેવને રિવરફ્રન્ટના રોડ નેટવર્ક સાથે જોડી જાહેર જનતા માટે સવલત ઊભી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુડ ગવર્નન્સનો પર્યાય સમા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ, જનતાની સમસ્યાઓને ખુદ મુખ્યમંત્રી પોતે સાંભળે છે



