Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સાયન્સ સિટી ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે મહિલા અને દીકરીઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ વિશે સંવાદ યોજાયો

ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે “For ALL women and girls: Rights. Equality. Empowerment”ની થીમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ahmedabad   સાયન્સ સિટી ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે મહિલા અને દીકરીઓના અધિકાર  સમાનતા અને સશક્તિકરણ વિશે સંવાદ યોજાયો
Advertisement
  • સાયન્સ સિટી ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવાયો
  • મહિલાઓના અધિકાર અને સશક્તિકરણ પર પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો
  • આશરે 150 જેટલી વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો

International Women's Day : રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં અવાર-નવાર સમાજને વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે આજે સાયન્સ સિટીમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે “For ALL women and girls: Rights. Equality. Empowerment”ની થીમ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ પર ઉંડો સંવાદ

વિજ્ઞાન અને વિકસતાં વિશ્વમાં મહિલાઓની ભૂમિકા મજબૂત બને, તે દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. સાયન્સ સિટીમાં મહિલાઓના અધિકાર, સમાનતા અને સશક્તિકરણ પર ઉંડા સંવાદ સાથે એક પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો. આ દિવસની ઉજવણી અર્થે સાયન્સ સિટીના મહિલા વૈજ્ઞાનિકો વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આશરે 150 જેટલી વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો.

Advertisement

ખ્યાતનામ મહિલાઓ અંગે જાણકારી

આ કાર્યક્રમ અંતર્ગત સહભાગીઓને જુદા જુદા ક્ષેત્રમાં ખ્યાતનામ મહિલાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી તેમજ તેઓની કારકિર્દી અંગેના સંઘર્ષ તથા સિદ્ધિઓ વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને સાયન્સ સિટીનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.

Advertisement

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જીઓલોજીના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઊર્જા દેસાઈ તથા ગુજરાત સાયન્સ સિટી ખાતે કાર્યરત મહિલા વૈજ્ઞાનિકો મેઘા પંડ્યા, હર્ષિદા પટેલ તેમજ સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહિલ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :  મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર

Tags :
Advertisement

.

×