Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ SOGને મળી મોટી સફળતા, કફ સીરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ

અહેવાલ : પ્રદિપ કચીયા અમદાવાદ શહેરમાં નસાનો વ્યાપાર દિવસેને દિવસે વધી રહ્યો છે. દારૂ, ડ્રગ અને હવે કફ સીરપ નો જથ્થો ઝડપાઈ રહયો છે. તયારે વધુ એક વખત શહેરમાંથી મોટી સંખ્યામાં કફ સીરપનો જથ્થો પકડાયો છે. અમદાવાદ શહેરમાં દરેક પ્રકારના...
અમદાવાદ sogને મળી મોટી સફળતા  કફ સીરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ
Advertisement

અહેવાલ : પ્રદિપ કચીયા

અમદાવાદ શહેરમાં નસાનો વ્યાપાર દિવસેને દિવસે વધી રહ્યો છે. દારૂ, ડ્રગ અને હવે કફ સીરપ નો જથ્થો ઝડપાઈ રહયો છે. તયારે વધુ એક વખત શહેરમાંથી મોટી સંખ્યામાં કફ સીરપનો જથ્થો પકડાયો છે.

Advertisement

અમદાવાદ શહેરમાં દરેક પ્રકારના નશાનો સામાન મળી રહ્યો છે. દારૂ, ડ્રગ અને હવે લોકો કફ સીરપનો નસો કરી રહ્યા છે. ત્યારે અવાર નવાર કફ સીરપનો મોટો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વધુ એક વાર શહેરમાં SOG દ્વારા મોટા પ્રમાણમાં કફ સીરપના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે. SOG દ્વારા ઓઢવ વિસ્તારમાં ગઈકાલે બાતમીના આધારે રેડ કરી હતી જેમાં વિનાયક પાવર ટુલ્સ નામની દુકાનમાંથી કમલેશ કુમાવત અને વિપુલ માલવિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

ઓઢવ વિસ્તારમાં SOG દ્વારા રેડ દરમિયાન વિનાયક પાવર ટૂલ નામની દુકાનમાંથી વગર પરમીટની ગેરકાયદેસરની સિલ બંધ 390 કફ સીરપની બોટલો સાથે કુલ 69,820 રૂપિયાનો મુદ્દામાલ SOG દ્વારા કબજે લેવામાં આવ્યો હતો. SOG દ્વારા હાલમાં NDPC એક્ટ કલમ 8C, 21C અને 29 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારે કરી, પતિએ જ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા

અહેવાલ : પ્રદિપ કચિયા

Tags :
Advertisement

.

×