અમદાવાદ શહેરમાં RTO દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું
AHMEDABAD : રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે AHMEDABAD ની અંદર પણ શાળા શરૂ થતા RTO વિભાગ હરકતમાં આવ્યું છે. આરટીઓ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર સ્કૂલ વાનની સાથે સાથે સ્કૂલની ખાનગી બસોની પણ તપાસ હાથ...
Advertisement
AHMEDABAD : રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે AHMEDABAD ની અંદર પણ શાળા શરૂ થતા RTO વિભાગ હરકતમાં આવ્યું છે. આરટીઓ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર સ્કૂલ વાનની સાથે સાથે સ્કૂલની ખાનગી બસોની પણ તપાસ હાથ ધરાઇ છે. AHMEDABAD ની શાળાઓમાં મસમોટી ફી વસૂલાતિ આઠ કરતાં પણ વધારે સ્કૂલની 25 જેટલી બસોને બે દિવસમાં બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં RTO ની કાર્યવાહી રહેશે યથાવત
અમદાવાદ શહેરમાં RTO દ્વારા સેન્ટ એન્ડ સ્કૂલ, તુલીપ ઇન્ટરનેશનલ, દિવ્યજ્યોત, શાંતિ એશિયાટીક પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, પુના ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલ બસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 130 બસોમાંથી 25 જેટલી બસોમાં ખામી જોવા મળી હતી તેથી 25 બસોને બે લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે હજુ પણ આગામી દિવસોમાં RTO ની કાર્યવાહી યથાવત રહેશે.
આ કારણે કરાઇ કાર્યવાહી
અમદાવાદ RTO દ્વારા અમદાવાદની અંદર શાળાઓની બસમાં બસ પરમિટ ફિટનેસ સર્ટિફિકેટ અને વીમો ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર RTO ત્રણ જેટલી ટીમો સાથે મળીને કાર્યવાહી કરી રહી છે.
અહેવાલ : પ્રદીપ કચિયા
Advertisement
આ પણ વાંચો : Surat: શહેરના 41 PI ની આંતરિક બદલી, રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય
Advertisement


