Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : પંડિતે મહિલાને કંઈક ખવડાવી બેભાન કરી આ બીભતસ્ત હરકત અને પછી...

AHMEDABAD : AHMEDABAD ના સરસપુરમાં મહિલાએ ઘરમાં શાંતિ રહે તે માટે દિલ્હીના પંડિતને હવન માટે બોલાવ્યા હતા. પંડિતે રાત્રીના સમયે હવન કરીને મહિલાને પ્રસાદ તરીકે કંઇ ખવડાવ્યા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. આ દરમ્યાન પંડિતે મહિલાના બિભત્સ ફોટા પાડી...
ahmedabad   પંડિતે મહિલાને કંઈક ખવડાવી બેભાન કરી આ બીભતસ્ત હરકત અને પછી
Advertisement

AHMEDABAD : AHMEDABAD ના સરસપુરમાં મહિલાએ ઘરમાં શાંતિ રહે તે માટે દિલ્હીના પંડિતને હવન માટે બોલાવ્યા હતા. પંડિતે રાત્રીના સમયે હવન કરીને મહિલાને પ્રસાદ તરીકે કંઇ ખવડાવ્યા બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. આ દરમ્યાન પંડિતે મહિલાના બિભત્સ ફોટા પાડી દીધા હતા. બીજા દિવસે મહિલા ભાનમાં આવી ત્યારે નગ્ન હાલતમાં હતી. અને બાદમાં પંડિતે મહિલા પાસેથી ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને કુલ રૂ. 32 હજાર પડાવી લીધા હતા. તેમ છતા પંડિતે વધુ રૂપિયાની માંગણી કરી હતી. કંટાળીને મહિલાએ દિલ્હીના પંડિત સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

મહિલાએ ઘરમાં શાંતિ પૂજા હવન કરવા પંડિત સુરેન્દ્રપ્રસાદ તિવારીનો સંપર્ક કર્યો હતો

Advertisement

સરસપુરમાં 31 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હોવાથી તેમને ઘરમાં શાંતિ પૂજા હવન કરવા વિચાર કર્યો હતો. જેથી તેમને દિલ્હીમાં રહેતા તેમના સંબંધી દ્વારા પંડિત સુરેન્દ્રપ્રસાદ તિવારીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પંડિત તેમના ઘરે હવન કરાવવા આવવા તૈયાર થયો હતો. તેની સામે મહિલાએ તેમને રૂ. 4 હજાર ભાડા પેટે પણ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ગત 4 નવેમ્બર 2023માં પંડિત સુરેન્દ્રપ્રસાદ મહિલાના ઘરે આવ્યા હતા. અને રાત્રીના સમયે હવન શરૂ કર્યુ હતુ.

Advertisement

મહિલાને કંઇક ખવડાવી કરી આ હરકત

તે સમયે પતિ ઘરે ન હતો. ત્યારે પંડિતે પ્રસાદી તરીકે મહિલાને કંઇક ખવડાવેલ હતુ. જે બાદ મહિલા બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે મહિલા ભાનમાં આવી ત્યારે નિવસ્ત્ર હાલતમાં હતી. જે દરમ્યાન પંડિતે મહિલાના બિભત્સ ફોટા પાડી દીધા હતા. તે ફોટા પંડિતે વાઇરલ કરવાની ધમકી આપતા મહિલા ડરી ગઇ હતી. જે બાદ હવન કરવાના બહાને પંડિત પાંચ દિવસ મહિલાના ઘરે રોકાયો હતો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને મહિલા પાસેથી કુલ રૂ. 32 હજાર પડાવી લીધા હતા. જે બાદ પંડિત ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને વધુ રૂપિયાની માંગણી કરતો હતો. જેથી કંટાળીને મહિલાએ AHMEDABAD શહેરના કોટડા પોલીસ સ્ટેશનમાં પંડિત સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અહેવાલ - પ્રદીપ કચિયા 

આ પણ વાંચો : Gujarat Exit Poll: એક્ઝિટ પોલ ગુજરાતના સમીકરણ બદલશે કે યથાવત રાખશે?

Tags :
Advertisement

.

×